દિનેશ સાધુ (રાધનપુર)
રાધનપુર ખાતે ભારત વિકાસ પરિષદનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને રાધનપુર રેડ ક્રોસ ભવન ખાતેયોજવામાં આવ્યો હતો. આ તકે રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડૉ. કનુ પટેલ, વાઇસ ચેરમેન દિનેશ ઠક્કર અને ભારત વિકાસ પરિષદના કમલેશ તન્ના, દિલીપભાઈ પુજારા, રાજુ ઠક્કર, ડો. નવીન ઠક્કર તેમજ સાતલપુર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અલકા પ્રજાપતિ, નગરસેવક ઇશ્વર પંચાલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
રાધનપુરના રેડકોસ ભવન ખાતે યોજાયેલ ભારત વિકાસ પરિષદના સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત રહેલ ગુજરાત સરકારના મંત્રી કિર્તીસિંહ વાઘેલાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આ કાર્યક્રમમાં બાળકોને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી હતી. તેમજ બાળકોને પીએન ભેટ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી વિવિધ રમત રમ્યા હતા.