એક તરફ તહેવારોનો માહોલ છે અને બીજી તરફ સતત મોધવારીમા વધી રહી છે. વધતી મોંધવારીની સાથે લોકો માટે તહેવારો મજાને બદલે ભાર રૂપ સાબીત થઈ રહ્યા છે. કપાસિયા અને સિંગતેલમાં તોતિંગ ભાવ વધારાના સમાચાર સામે અવતા લોકો ચિંતામા મૂકાયા છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે જેમા સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો હોવાના સમાચાર છે.
આ અંગે વાત કરતા ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહન કહે છે કે આ વખતે એક તરફ ઉત્પાદન ઓછું છે અને બીજી તરફ તહેવારોને કારણે બજારમાં ખાદ્ય તેલની માંગ વધી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે સિંગતેલના ભાવમાં આગામી સમયમા ફરી રૂપિયા 50નો વધારો થવાની શક્યતાઓ છે. આ સિવાય રાજ્યમા સીએનજીના ભાવમાં રૂપિયા 3નો વધારો થઈ શકે છે જે પછી CNG ગેસના ભાવ 88 રૂપિયા થઈ જશે.