પાટણ જિલ્લાનાં સમીનાં એસ.ટી.બસ સ્ટેન્ડે વેહલી પરોઢે પાંચ વાગે આવી પહોંચેલી સુરતથી રાધનપુર જતી એસ.ટી. બસનાં ડ્રાઈવરની સમી પોલીસે ધરપકડ કરી છે. આ બસ ડ્રાયવર સામે બસની એક મહિલા મુસાફર યુવતિએ ચાલુ બસે પોતાનો દુપટ્ટો ખેંચીને મધરાત્રે ત્રણ વાગે છેડતી કર્યાનો આક્ષેપ કરતા ફોન પાટણ જિલ્લા પોલીસ ક્રન્ટ્રોલરૂમ અને મહિલા હેલ્પલાઇન તથા તેના પતિને પણ ફોનથી જાણ કરતાં તેઓએ સમી પોલીસને જાણ કરી હતી. જેથી સવારે પાંચ વાગે સમી બસ સ્ટેન્ડમાં આવી પહોંચેલી બસનાં ચાલકની પોલીસે અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.
આ એસ.ટી. ચાલક સામે બસનાં એક પુરુષ મુસાફરનું ટી-શર્ટ પણ ખેંચ્યાનો આક્ષેપ આ મહિલા મુસાફરે કર્યો હતો. આ અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સમી તાલુકાનાં વાવલ ગામનાં વતની અને સાસરું ધરાવતી અને હાલ તેમનાં સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પતિ પાસે રહેતી ૨૨ વર્ષની એક યુવતિ મહિલા તેની જેઠાણીનાં સિમંત પ્રસંગમાં હાજરી આપવા ૧૮ મીએ રાત્રે સુરતથી રાધનપુર જતી એસ.ટી. બસ નં.જી.જે. ઝેડ-૧૯૪૫ માં બેસીને પોતાનાં વતન સમીનાં વાવલ ગામે જવા માટે આવી રહી હતી.
આ બસ રાત્રે ત્રણ વાગે વિરમગામ પહોંચી તે પછી બસનાં ચાલકે પોતે બસ ચલાવવાનાં બદલે બસનાં કંડકટરને બસનું સ્ટિયરીંગ સોંપી દઇને પોતે બસની કંડકટર સીટ ઉપર આવી બેઠો હતો.
આ બસમાં મહિલા ઉપરાંત પાંચેક મહિલા અને ૮ પુરુષ મુસાફરો બેઠા હતા. થોડીવાર પછી બસનાં ડ્રાયવરે ઉભા થઇને ઉપરોક્ત યુવતિ જે સીટમાં બેઠી હતી તેની આગળની સીટમાં બેઠેલા પુરુષ મુસાફરનું ટી શર્ટ ખેંચ્યું હતું.
જેથી આ મુસાફરે તેની સીટ બદલી નાંખી હતી. સવારે પાંચ વાગે આ બસ શંખેશ્વરથી સમી તરફ આવતી હતી ત્યારે બસ ડ્રાયવરે બદદાનતથી યુવતિનો દુપટ્ટો ખેંચ્યો હતો. જે જાેઇને અન્ય મુસાફરોએ તેને બચાવી હતી. ડ્રાયવરને સમજાવીને બેસાડી દીધો હતો. ને બસનો દરવાજાે બંધ કરી દીધો હતો. આ વખતે આ યુવતિએ હેલ્પલાઇન ‘૧૦૯૧’ પર મદદ માટે પોલીસને ફોન કરતાં તેમણે કહેલ કે, અમને આવતાં હજુ વાર લાગશે તમે પોલીસને જાણ કરવાનું કહેતાં યુવતિએ પોતાનાં પતિને ફોન કરી જાણ કરતાં પતિએ પાટણ જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરી તેનો ફોન નંબર આપતાં યુવતિએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.
બાદમાં આ બસ સમી બસ સ્ટેન્ડે પહોંચતા સવારે પાંચ વાગે સમી પોલીસ અહીં આવી પહોંચી હતી ને બસનાં ચાલકને પકડીને લઇ ગઇ હતી. પોલીસે બસના ડ્રાયવરનું નામ પૂછતાં તેનું નામ મહંમદ રજાક અનવરભાઇ ઘાંચી રે. રાધનપુર હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે સમી પોલીસે મહિલા મુસાફરની ફરીયાદનાં આધારે તેની સામે આઇ.પી.સી. ૩૫૪(એ) મુજબ ગુનો નોંધ્યો હતો.