વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો, ભરતી પરીક્ષાની નવી તારીખ અંગેની અફવાઓનો હસમુખ પટેલે કર્યો ફંગોળિયો, કહ્યું- મારી સાથે….

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

29મી જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થઈ જતા પરિક્ષા મોકૂફ રાખવામા આવી હતી. આ બાદ હાલ પરિક્ષાની નવી તરીખોને લઈને અલગ અલગ સમાચારો આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં પંચાયત પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા લેવાશે તેવી વિવિધ અફવાઓ સાથે હવે તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજાશે તેવી વાતો પણ થઈ રહ્યા છે. આ વચ્ચે આ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ખુલાસો કર્યો છે.

તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે

હસમુખ પટેલે જણાવ્યુ છે હતુ કે, ‘હાલ આ પ્રકારની કોઈ વાત જ નથી. સરકાર એવુ કંઈ વિચારતી હોય તો તેઓ અધિકારીઓ સાથે આ મુદ્દે પરામર્શ કરે. હાલ માત્ર આગામી એપ્રિલમાં યોજાનારી પરીક્ષાને લઈને ચર્ચા થઈ છે. તમામ પરીક્ષાઓ એક જ તબક્કામાં લેવામાં આવશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા 10મી એપ્રિલ અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલે યોજય શકે તે માટે કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

Breaking: અડધા લાખ મોત બાદ આજે ફરી તુર્કી-સીરિયામાં ભૂકંપના મોટા-મોટા આંચકા, ફરી ચારેકોર બતાહી મચી ગઈ

બદ્રીનાથ અને કેદારનાથ જનારા ખાસ વાંચી લેજો, એમનેમ જતાં રહ્યા તો કોઈ એન્ટ્રી નહીં આપે, દર્શન વગર જ પાછા ફરવું પડશે!

આ મંદિરના રોજ સવારે દર્શન માત્રથી તમને આજીવન કોઈ બિમારી નહીં થાય, ગરીબીનો પણ થશે સર્વનાશ

આ સાથે કહેવામા આવી રહ્યુ છે કે આ માટે પરીક્ષા કેન્દ્રની તપાસ શરૂ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં દસ લાખ ઉમેદવારો અને તલાટીની પરીક્ષામાં 17 લાખ જેટલા ઉમેદવારની વ્યવસ્થા કરવાની તૈયારી ચાલુ છે. આ માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસે પરીક્ષા કેન્દ્રો અંગે વિગતો મંગાવાય છે જે બાદ નવી તારીખ આપવામા આવશે.

 

 


Share this Article