ઓનલાઈન શિક્ષણ ફરી એકવાર વિવાદમા આવ્યુ છે. અંજારમા ઓનલાઈન કલાસ દરમિયાન અચાનક અશ્લીલ ક્લિપની લિંક આવી ગઈ અને જે બાદ આખો વિવાદ શરૂ થયો. આ વિશે વિગતે વાત કરીએ તો સમિતિ હસ્તકની અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમની શાળા જે અંજારમા આવેલી છે તેમા 21/1ના સવારે 9 વાગ્યે ધો. 7ના વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યુ હતુ.
આ દરમિયાન શાળાની એક શિક્ષિકાએ પોતાના આઈ.ડી. મારફત કલાસ ઇવેન્ટ ક્રિએટ કરી ર્હતા હતા અને ત્યા અચાનક જ પોર્નોગ્રાફી વર્કસ લિંક સામે આવી ગઈ. આ બાદ ગાંધીનગર કક્ષાએથી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયુ છે. હવે આ મામલે શિક્ષકાનુ કહેવુ છે કે તેમનો મોબાઈલ અથવા આઈ.ડી. હેક થયુ ચેહ અને આવી ઘટના બની છે. મળતી માહિતી મુજબ હવે આ મામલે આચાર્ય દ્વારા તપાસ અને સાયબર ક્રાઇમને લેખિત ફરિયાદ પણ પોસ્ટ દ્વારા કરી દેવામા આવી છે.