ગુજરાત પર જળઘાત બેઠી કે શું? હવે સુરતમાં 15 લોકો ભરેલી હોડી નદીમાં ડુબી ગઈ, 6 વર્ષના બાળક સહિત આટલા લોકોના મોત

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

15 લોકોથી ભરેલી એક બોટ નદીમાં ડૂબી હોવાના સમાચાર છે. બોટમા સવાર 15 લોકો મુળ સુરત જિલ્લાના હોવાનુ સામે આવ્યુ છે જેમાથી 2ના મોત થયા છે. આ ઘટના મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે નર્મદા નદીમાં બની હતી. સુરતનાં 15 લોકો ઓમકારેશ્વર દર્શન માટે ગયા હતા અને તે દરમિયાન તેઓ નર્મદા નદીમાં બોટમાં જઇ રહ્યા હતા.

કહેવામા આવી રહ્યુ છે કે આ દરમિયાન જ બોટ નદીમાં ડૂબી ગઇ હતી. આ પછી ઘટનાની જાણ થતા તરત જ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી 13 લોકોને બચાવી લીધા પણ માતા દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષને બચાવી શકાયા નહી. માતા પુત્રનું પાણીમા ડૂબવાને કારણે મોત થયુ છે. ઘટનાની જાણ થતા પરિવારમા શોક છવાયો છે.

આ અગાઉ પણ મધ્યપ્રદેશના ભીંડમાં સિંધ નદીમાં એક બોટ પલટી ખાઈ ડૂબી જતા બોટમા સવાર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા જ્યારે 2 લોકો કાળના મુખમા સમાઈ ગયા હતા. આ ઘટના પાછળ બોટ તૂટેલી અને જર્જરિત બોટ સાથે સાથે ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હોવાનુ સામે આવ્યુ હતુ.


Share this Article