સુરતમા બારડોલી નજીક આવેલા બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 11 જેટલા ટેમ્પા આગમાં બળીને ખાખ થઈ ગયા હોવાના સમાચાર છે.
આ 11 ટેમ્પો ત્યા જ ગોડાઉન પાસે નમકીન અને વેફર્સ ભરેલાં પડ્યા હતા જેથી તે પણ આગની જપેટમા આવી ગયા. મળતી માહિતી મુજબ આ આગને કારણે અત્યાર સુધીમાં કોઇ જાનહાની થઈ નથી.
ઘટનાની જાણ થતા તરત જ બારડોલી પોલીસ સહિત ફાયરની ટીમો આવી ગઈ હતી અને સમય રહેતા આગ પર કાબૂ મેળવી લીધો હતો જેથી કોઈ બીજી નૂકશાની થઈ નથી. જો કે ગોડાઉનમાં રાખેલો સામાન બળી ખાખ થતા લાખોનું નુકસાન થયુ હોવાના સમાચાર છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનો અંદાજ છે.
આ સિવાય રાજકોટમા ગોંડલમાં એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ અહી ગોડાઉનના ગ્રાઉન્ડમાં પડેલી પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાના તણખલા ઉડયા અને પછી આગ ફાટી નીકળી. ફાયર વિભાગની 3 ટીમોએ ભારે મહેનત બાદ આગ કાબૂમાં લીધી. જો કે આગને કારણે કોઇ જાનહાની થઈ નથી.