સુરતના કામરેજના આંબોલી ગામે વૃદ્ધ મહિલા પોતાના ઘર આગળ જ પડેલા એક ભૂવામાં પડી હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સવારના સમયે બાથરુમ જવા નીકળેલી મહિલા બાથરૂમ નજીક પડેલા ભૂવામાં ખાબકી હતી. જાેકે ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. કામરેજના આંબોલી ગામે વૃદ્ધ મહિલા કપિલાબેન ઠાકરશીભાઈ રામાનંદી ભૂવામાં ખબક્યા હોવાનું સામે આવ્યું છે.
વાત જાણે એમ છે કે, ગઇકાલે કામરેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ આવ્યો હતો. આ દરમ્યાન કપિલાબેનના ઘર આગળ બનાવેલ ખાળકુવાની બાજુમાં ભૂવો પડી ગયો હતો. આ તરફ મહિલા સવાર બાથરૂમ જવા ગયા ત્યારે તેઓ ૨૫ ફૂટ ઊંડા ભૂવામાં પડ્યા હતા. સુરતના કામરેજ વિસ્તારના બનેલી ઘટનાને લઈ સ્થાનિકો સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ દરમ્યાન ફાયરની ટીમને જાણ કરતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા. જ્યાં ફાયરની ટાઇમ રેસ્ક્યૂ કરીને કપિલાબેન ઠાકરશીભાઈ રામાનંદીને ભૂવામાંથી બહાર નીકળ્યા હતા.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મસમોટો ભુવો પડયો હતો. આ ભૂવામાં મોપેડ ચાલક ખાબકતા નાશભાગ મચી જવા પામી હતી. યુવાન એક્ટિવા લઇને રોડની સાઈડમાંથી જતો હતો આ સમયે ભુવો પડયો હતો. જેને લઇને યુવાન એક્ટીવા સાથે આશરે ૧૦ ફૂટ જેટલા ભૂવામાં ગરકાવ થઇ ગયો હતો. આ વેળાએ ઉપસ્થિત લોકોએ તાત્કાલિક યુવાનને ઉગારી લિધો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. લબ્બેક પાર્કની આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઇ હતી. એક્ટિવા ચાલકના ભૂવામાં ખાબકવાના દ્રશ્ય સામે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સામાન્ય વરસાદમાં અમદાવાદમાં ફરી ભૂવો પડતા તંત્રની પોલ ખૂલી ગઈ છે અને આ પ્રકારે વાહન ચાલક માટે આ તમામ બેદરકારી જીવલેણ નીવડે તો જવાબદાર કોણ ? તેવા સવાલ ઊભા થયા છે.