હીરા કામદારો આ વખતે આ 6 બેઠકો પર બાજી પલટી નાખવાની ફિરાકમાં, વિધાનસભા ચૂંટણીમાં કંઈક નવા જૂની થશે એ નક્કી, જાણો મોટું કારણ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાત હિરા ઉધોગ સાથે સંકાળેયેલુ છે. રાજ્યમા 15 લાખ હીરા કામદારો છે, જેમાંથી સાત લાખ કામદરો એકલા સુરત શહેરમા જ છે. એટલે કે છ બેઠકો પરના પરિણામો આ હિરા કામદારોના મતો પર નક્કી કરે છે.  મળતી માહિતી મુજબ લેબર એક્ટ વિશે સુરતના હીરાના કામદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વાત કરી છે. હીરાની સ્થાનિક સંસ્થાને રૂ. 200 લોકોએ પ્રોફેશનલ ટેક્સ અને લેબર એક્ટ વિશેની સમસ્યા અને ઉદ્યોગને અમલમાં મૂકવા વિનંતી કરી છે.

હવે આ મુદ્દો આવનારી ગુજરનએ પ્રભાવીત કરી શકે છે. આ અગાઉ 2021મા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમા AAPને 120માંથી 27 બેઠકો જીતમાં હિરા કામદારોનો વિશેષ ફાળો રહ્યો હતો. હવે આવનારા સમયમા હીરાના કામદારો માટે ચોક્કસ રાજકીય પક્ષ માટે સમર્થન એકત્ર કરવું સરળ છે. જો કે ઈતિહાસ જોવા જઈએ તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોના માલિકો, જેમણે પરંપરાગત રીતે ભાજપને સમર્થન આપ્યુ છે.

આ જોતા હવે હિરા કામદારોનો જુંકાવ જે તરફ રહેશે તે બાજી મારી જશે. રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલનુ કહેવુ છે કે સુરતમાં વરાછા રોડ, કતારગામ, કરંજ, કામરેજ અને સુરત (ઉત્તર) વિધાનસભા બેઠકોના પરિણામોથી સૌરાષ્ટ્રના લોકો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમજ એમ્બ્રોઇડરી અને અન્ય સંબંધિત નોકરીઓ પર અસર પડી છે. આ પહેલા પાટીદાર સમુદાયના મોટા વર્ગ અને હીરા કામદારોના સમર્થનને કારણે 27 બેઠકો જીતી હતી.

આ વખતે સુરતના કતારગામથી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. તેમાં વરાછા રોડથી અગ્રણી પાટીદાર અનામત આંદોલન નેતા અલ્પેશ કથીરિયા, સુરત (ઉત્તર)માંથી મહેન્દ્ર નાવડિયા અને કામરેજમાંથી પાર્ટીના કાર્યકર રામ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ હીરા ઉદ્યોગપતિ અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રદેશ પ્રમુખ દિનેશ નાવડિયાએ દાવો કર્યો હતો કે AAPની આ બેઠકો જીતવાની શક્યતાઓ ઓછી લાગે છે.

બીજી તરફ સુરત ડાયમંડ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે કહ્યુ કે તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવતા પ્રોફેશનલ ટેક્સ અને હીરા ઉદ્યોગમાં શ્રમ કાયદાના અમલીકરણના પ્રશ્નો, હીરા કામદારો પાસેથી દર મહિને વ્યાવસાયિક કર તરીકે 36 કરોડની વસૂલાત વગેરે મુદ્દાઓ ઉઠી રહ્યા છે.

આ સાથે તેમણે કહ્યુ હતુ કે પાંચ વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવી રહી છે પણ ઉદ્યોગપતિઓ અને સરકારની મિલીભગતને કારણે સતત શોષણ થઈ રહ્યુ છે. આ સિવાય ભાવેશ ટાંકે એ પણ જણાવ્યુ હતુ કે સુરતમાં AAPનો દબદબો છે પણ બીજી તરફ પાર્ટી જમીન પર કામ કરી રહી નથી.  આ તમામ મુદ્દાઓ આપ પણ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.

 

 


Share this Article
TAGGED: