ગુજરાતીઓ ચેતી જજો, RTO કચેરીમાંથી પણ ખોટા ડ્રાઈવિંગ લાઇસન્સ બને છે, સુરતમાં ઝડપાયું સૌથી મોટું કૌભાંડ

Lok Patrika
By Lok Patrika
Share this Article

સુરતમાં આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ લીધા વગર જ ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરેલ હોવાનું રીઝલ્ટ બતાવી ડ્રાઈવિંગ લાઇસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં સાયબર ક્રાઈમએ ૪ની ધરપકડ કરી ૯ લાયસન્સ કબજે કર્યા છે. સુરત શહેરમાં RTO કચેરીની કોમ્પ્યુટર સીસ્ટમમાં ચેડા કરી ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા વગર જ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરેલી હોવાનું રીઝલ્ટ બતાવી પાકુ લાયસન્સ અપ્રૂવ કરનાર ટોળકીને સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે.

ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી હોય છે. અને તેના માટે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે. જાેકે આ આરોપીઓએ વાહનોના રજિસ્ટ્રેશન નંબર ચાર તબક્કાના વિડીયો તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના સર્વર ઉપર ટેસ્ટ આપ્યા વિના જ ઉમેદવાર પાસ થયા નો ડેટા પુશ કરી દેતા હતા. અને ત્યારબાદ આરટીઓ કચેરીની કમ્પ્યુટર સિસ્ટમમાં ચેડા કરી ગેરકાયદેસર રીતે પાકું લાઇસન્સ બનાવી લેતા હતા.

પોલીસે આ સમગ્ર કૌભાંડમાં નિલેષકુમાર ત્રીભોવનદાસ મેવાડા, સાહીલ શાહનવાઝ વઢવાણીયા, ઇન્દ્રસિંહ ખુમાનસિંહ ડોડીયા અને જશ મેહુલ પંચાલને ઝડપી પાડયા છે. ગાઇડલાઇન મુજબ પોલીસે આ તમામનો કોરોના રીપોર્ટ કઢાવતા આરોપી નિલેષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અને અન્ય ત્રણ આરોપીઓનો કોરોના વાયરસ અંગેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓની અટકાયત કરી હતી.

આરોપીઓ પાસેથી પોલીસે ૯ ડ્રાઇવિંગ લાઇસન્સ કબજે કર્યા હતા. સુરત ઇ્‌ર્ં કચેરીમાં અધિકારીઓના મેળા પીપળાને લઈ આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ઇ્‌ર્ં માં એજન્ટ મારફતે ડાયરેકટ લાઇસન્સ બનવામાં આવતું હતું… જાે કે આ કૌભાંડમાં RTO ના અધિકારીઓની પણ સંડોવણી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર મામલે સાયબર પોલીસે ઇ્‌ર્ં ના એક અધિકારીને ડિટેન કર્યા છે. ઇ્‌ર્ં ના છઇ્‌ર્ં એન ટી મેવાડાની અટકાયત કરી છે. આ અધિકારીઓ દ્વારા લાઇસન્સ કૌભાંડમાં બારોબાર લાઇસનન્સ આપવામાં આવતા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly