સુરતના ઓલપાડ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કોઈ અજાણ્યા શખ્સે ખેડૂતની કેરીના બગીચામાંથી 75 આંબા કાપી નાખ્યા છે. જેના કારણે ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે ખેડૂતે ઓલપાડ પોલીસ, વન વિભાગ અને મામલતદારને લેખિત ફરિયાદ કરી છે.
મળતી વિગત મુજબ ગોલા ગામના હર્ષદ અમૃતભાઈ પટેલે ઓગસ્ટ 2018માં પોતાની કુટુંબની જમીનમાં 112 આંબાના વૃક્ષો વાવ્યા હતા. ચાર વર્ષ પછી, આ સમયે તે આંબાના વૃક્ષો ખૂબ સારી રીતે ઉગાડ્યા હતા. જો કે મંગળવારે રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ભેગા મળીને 75 આંબા કાપી નાખ્યા. જેના કારણે હર્ષદ પટેલને ઘણું આર્થિક નુકસાન થયું છે.