સુરતના પોશ વિસ્તારમાં ફરી એક સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. શહેરની ઉમરા પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ધમધમતા સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનું માલુમ પડતા દરોડા પાડીને કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન મહિલા અને પુરુષોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પણ શહેરમાં ધમધમતા સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે પગલા ભરવામાં આવ્યા હતા જાેકે, કાર્યવાહીને લાંબો સમય થઈ વીતી ગયા પછી ફરી એકવાર સ્પામાં ખોટી પ્રવૃત્તિઓ કરતી હોવાનું માલુમ પડતા પોલીસે દરોડા પાડ્યા છે. બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને ખોટા કામ કરાવાતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. સ્પા સેન્ટર પર અવળી પ્રવૃત્તિઓ ચલાવતા કુલ ૪૧ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતમાં ૧૯ મહિલા અને ૨૨ પુરુષોનો સમાવેશ થાય છે.
બહારના રાજ્યોમાંથી મહિલાઓને બોલાવીને સ્પાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાતી હોવાનું દરોડા દરમિયાન સામે આવી રહ્યું છે. પોલીસે દરોડા પાડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેના આધારે પણ આગળની તપાસ કરાશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે દરોડા દરમિયાન કોન્ડમના પેક્ટ અને મોબાઈલ ફોન કબજે લીધા છે. કેટલાક લોકો સ્પામાં ગ્રાહક બનીને આવ્યા હતા જેઓ કઢંગી હાલતમાં પણ પકડાયા હતા.
શહેરની ઉમરા પોલીસે પાર્લે પોઈન્ટ, પીપલોડ અને વેસુ જેવા પોશ વિસ્તારોમાં ધમધમતા સ્પામાં ખોટા કામ કરતા હોવાની માહિતી મળતા દરોડા પાડ્યા હતા. સ્પામાંથી જે મહિલાઓની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરીને એ તપાસ કરાશે કે શહેરમાં બહારના રાજ્યોમાંથી મહિલાઓને કઈ રીતે લાવવામાં આવે છે અને તેમની પાસે સ્પામાં કેવા પ્રકારના કામ કરાવવામાં આવી રહ્યા છે. અટકાયત કરીને પોલીસ સ્ટેશન લવાયેલા લોકો મીડિયાની હાજરી જાેઈને પોતાના મોઢા છૂપાવતા જાેવા મળ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે પોલીસ દરોડા પાડવાની સાથે ૫૦ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સ્પા સેન્ટરમાં કામ કરતા લોકોની અટકાયત બાદ બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને તેમને આ વેપારમાં પરાણે ધકેલવામાં આવે છે કે કેમ તે અંગે પણ ઊંડી તપાસમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે. અગાઉ પણ એવી વિગતો સામે આવી હતી કે શહેરમાં બહારના રાજ્યોમાંથી ગણતરીના દિવસો માટે છોકરીઓને લાવવામાં આવ્યા પછી તેમની જાણ ગ્રાહકોને કરવામાં આવતી હતી, આ વખતે પણ તે જ રીતે સ્પા સેન્ટરોના માલિક દ્વારા ખોટા કામ કરાતા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.