ભગવાન અને હિન્દુ ધર્મ પર ગમે તમે બોલતા નેતાઓ પર હર્ષ સંઘવીએ આંખ લાલ કરી, પિત્તો જતાં એવું કહી દીધું કે-….

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતમા વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમા યોજાવા જઈ રહી છે. આ માટે દરેક પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. ચૂટણી પહેલા હાલ નેતાઓના નિવેદનોને કારણે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના નેતા શિવરાજ પાટીલના નિવેદનનો જવાબ આપતા હવે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યુ છે જેની ચર્ચા છે.

આ વિશે વિગતે વાત કરીએ તો ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સુરતના પીપલોદ પહોંચયા હતા. અહી 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી 14 માળની કલેક્ટર કચેરીના ખાતમુહૂર્ત કરવામા આવ્યુ. 30 કરોડના ખર્ચે 14 ટાવરનુ બહુમાળી સરકારી ઇમારતનું આર્કિટેક અનોખું રહેશે. આ ગ્રીન કન્સેપ્ટ, ચોમાસા દરમિયાન આકાશમાંથી પડેલા બે લાખ લીટર જેટલા પાણીઓનો સ્ટોરેજ, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, સોલર સિસ્ટમ, ઇકોફ્રેન્ડલી ઇમારતના બાંધકામ તેની વિશેષતા હશે.

આ દરમિયાન સંઘવીએ જણાવ્યું કે ક્યારેક આપના તો ક્યારેક કોંગ્રેસના નેતા ક્યારેક મંદિરમાં કે સભામાં ન જવું તે રીતે આસ્થાને ઠેસ પહોંચાડે છે. પહેલા ભગવાન રામના ભક્તોનું અને હવે મહાભારતને અલગ અલગ વિષય સાથે જોડવું યોગ્ય નથી. દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાન કૃષ્ણના ભક્તોને ઠેસ પહોંચાડવાનું કામ થયું છે, તેને ખરેખર હું વખોડી કાઢું છું. ચૂંટણી આવતા ગુજરાતના નાગરિકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે.

આ સાથે શિવરાજ પાટીલ પર પ્રહાર કરતા સંઘવીએ કહ્યુ કે એક વડીલ આ પ્રકારે સ્ટેટમેન્ટ આપે તે અતિ નિંદનીય બાબત છે. દેશમાં વિકાસની રાજનીતિ થઈ રહી હોય ત્યારે આ પ્રકારે સમાજને અલગ કરતા નિવેદન અપાય તે તપાસનો વિષય છે. આ નિવેદન નથી એ તેમની વિચારધારા છે. એ વિચારધારાને ઓળખવાનો સમય આવી ગયો છે.


રાજ્ય ગૃહમંત્રીએ કહ્યુ પોલીસને કડક પગલાં લેવા, કડકમાં કડક કાયદાના અમલ કરવા કહ્યુ છે. મેઘા પાટકર પર પ્રહાર કરતા કહ્યુ કે નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની મંજૂરી મળતી ન હતી. અનેક નેતાઓએ નર્મદા ડેમ બનાવતો રોકવા માટે અલગ-અલગ પ્રયાસો કર્યા. નર્મદા ડેમને બનતો અટકાવવા માટે કોને પ્રયાસ કર્યા હતા.

 


Share this Article