ચૂંટણી પ્રચાર માટે સુરત પહોંચેલા ઓવૈસીનો ફરી એકવાર થયો જોરદાર વિરોધ, ભરસભામાં લોકોએ કાળા ઝંડા ફરકાવીને લગાવ્યા ગો બેકના નારા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને દરેક પાર્ટી ખુરશીની રેસમા લાગી ગઈ છે. દિગ્ગજ નેતાઓ ગુજરાતમા પ્રચાર માટે જોડાય ગયા છે.

આ વચ્ચે ગુજરાતમા વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરવા AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ પહોચ્યા હતા. આ દરમિયાન સમાચાર છે કે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સુરતમા ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરતની સભામાં લોકોએ ગો બેક ગો બેકના નારા લગાવ્યા હતા અને કાળા ઝંડા ફરકાવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસીની સભા સુરતના રૂદરપુરા ખાડી વિસ્તારમાં હતી. અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં લોકોએ ગો બેકના નારા લગાવ્યા હતા. ઓવૈસીની સભામાં મોદી-મોદીના નારા પણ લાગ્યા હતા. જો કે આ અગાઉ પણ ઓવૈસીના વિરોધના દ્ર્શ્યો ગુજરાતમા સામે આવી ચૂક્યા છે.


Share this Article