સુરતમા એક ખુબ જ ગંભીર અકસ્માતની ધટના સામે આવી છે. સુરતની સિટી બસ એક પરિવાર માટે કાળમુખી સાબીત થઈ. શહેરના રિંગ રોડ માર્કેટ ખાતે રસ્તા પર બસે એક યુવકને અડફેટે લીધો અને જેમા તેનુ મોત થયુ છે. યુવકનુ નામ કિશન પટેલ છે અને તે કિન્નરી સિનેમા સામે હીરામણિની ચાલમાં રહેતો હતો. આ યુવકની પત્નીને નવ માસનો ગર્ભ છે. હવે આ સમાચાર મળ્યા બાદ પરિવારમાં શોકનો માહોલ છે.
મળતી માહિતી મુજબ સુરત રિંગ રોડ ટેક્સટાઇલ્સ માર્કેટ પાસે સિટી બસે યુવકને હડફેટ લેતા જ લોકો ભેગા થઈ ગયા હતા. બીજી તરફ સ્થિતિ જોતા બસચાલક ધટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ બાદ ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. કિશનની પત્નીને 9 માસનો ગર્ભ છે અને બીજી તરફ પરિવારમા ચાર ભાઈ-બહેનોમાં કિશન ડાયમંડમાં નોકરી કરી પરિવારનો આર્થિક પાયો હતો. હવે કિશનના અકસ્માતના સમાચાર બાદ પરિવાર સાવ ભાંગી પડ્યો છે.