દેશમા ક્યારેય આ પહેલા થયુ નથી તેવુ એક કામ સુરત શહેરમા થવા જઈ રહ્યુ છે. હવે વન ટિકિટ વન જર્ની પ્રોજેક્ટ અંતર્ગત BRTS, મેટ્રો અને સિટી બસમાં સફર કરી શકાશે. મળતી માહિતી મુજબ આ માટે વ્યક્તિ પોતાના મોબાઈલથી જાહેર પરિવહન માટે બીઆરટીએસ સીટી બસ મેટ્રો રેલ્વે સ્ટેશન અને પિંક ઓટોનો ઉપયોગ એક સાથે કરી શકશે.
આ પ્રોજેકટ દ્વારા અલગ-અલગ ટિકિટ હવે નહીં લેવી પડે. સુરતમા આ ટેક્નોલોજીનો વિકાસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. હાલ શહેરમા ચાલતી 800 જેટલી બીઆરટીએસ અને સીટી બસ, આ સિવાય ટ્રેનો વગેરેમા સફર કરતા લાખો મુસાફરો મુસાફરોને આ યોજનાનો લાભ થશે અને સમય બચશે.