ઉત્તરાયણનો તહેવાર મનાવીને ઘરે અવર જવર કરવાનો આ માહોલ છે. ત્યારે લોકો એક શહેરથી બીજા શહેર બસમાં મુસાફરી કરતાં હોય છે. જો કે હવે સુરતથી એક ખુબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતથી ભાવનગર જતી બસમાં આગ લાગી છે. વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હોવાના સમાચાર સમગ્ર રાજ્યની ઉંઘ હરામ કરી નાખી છે.
મળતી માહિતી પ્રમાણે બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. સાથે જ એક સારા સમાચાર એ પણ છે કે 15 લોકો જ સવાર હતા. સામે આવતી વિગતો અનુસાર આ ઘટનામાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. તો વળી બાકીના લોકોને પણ તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા છે. તો વળી મેયરે પણ માનવતા દાખવીને દાઝેલા મુસાફરોની સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી અને ત્યાંની હાલત જાણી હતી.
જો કે એક એવી વિગત પણ સામે આવી રહી છે કે ઘણા મુસાફરો દાઝી ગયા છે. હાલ દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. જ્યારે બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગુજરાતની ભાવના પ્રમાણે એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા.