શહેરમાં અશાંતધારાને લઈને થોડા સમય પહેલા વિવાદ સર્જાયો હતો જ્યાં વિધર્મીઓ દ્વારા હિન્દુઓની મિલકત વેચવા ને લઈને ત્યાં જઈ હેરાન કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. જાેકે, આ ઘટનાને હજુ લાંબો સમય વીત્યો નથી ત્યાં સુરતના પોશ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલને લઈને સ્થાનિક નગરસેવક દ્વારા સોસાયટીઓના ૧૦૦ કરતાં વધુ પ્રમુખોને એકત્ર કરી મીટીંગ કરવા સાથે એસોસીએશનની શરૂઆત કરવામાં આવી છે.
સુરત શહેરમાં શાંતિ અને કાયદાની સલામતી જળવાય રહે અને એક ધર્મના લોકો કોઈ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ ન જમાવે તે માટે સુરતના અલગ-અલગ વિસ્તારમાં આગેવાનોની ફરિયાદ બાદ અશાંતધારા દાખલ કરવામાં આવ્યો હતો. જાેકે, અહીંયા કોઇ એક ધર્મના લોકો દાદગીરી અથવા તો દબાણ અથવા ધાક-ધમકીથી પોતાની મિલકત બીજા ધર્મના વ્યક્તિને ના આવે છે તે માટે ખાસ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો.
હાલ સુરતના અઠવા વિસ્તાર રાંદેર વિસ્તાર વિસ્તાર કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી હોય તે વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો છે. અહીંયા એ ધર્મનો વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને જાે પોતાની મિલકત વેચવા માંગે તો સરકાર પાસેથી મંજુરી લેવી પડે. જાેકે, આખા શહેરમાં અશાંતધારો નથી માત્ર ગણ્યાગાંઠયા વિસ્તારમાં જે ત્યારે સુરતમાં સૌથી પોશ ગણાતા એવા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદવાની હિલચાલ ચાલી રહી છે.
આ વાતને લઇને સ્થાનિક આગેવાનો દ્વારા વિધર્મી લોકો તેમના વિસ્તારમાં આવેલી વિગતના ખરીદે અને ખોટું ના કરે તે માટે સ્થાનિક નગરસેવક દ્વારા આજુબાજુની સો કરતાં વધુ સોસાયટીના પ્રમુખ અને એકત્ર કરી ગતરોજ એક મીટીંગ કરવામાં આવી હતી. આ વિસ્તારની મિલકતો વિધર્મીઓને ન આપવામાં આવે તે માટે વેસુ વિસ્તારના લોકોમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સોમવારે વેસુની જલારામ સોસાયટીની સામે મનપાના બગીચામાં એક જાહેર મીટિંગનું પણ આયોજન થયુ હતુ.
જેમાં વિસ્તારની ૨૦૦થી વધુ સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા. મીટિંગમાં નકકી થયું હતુ કે, વિધર્મીઓ દ્વારા વેસુ વિસ્તારમાં મિલકત લેવાની જે કંઈ હિલચાલ થઈ રહી છે તેનો વિરોધ કરવામાં આવે. આ માટે તંત્ર અને જે સ્તરે રજુઆત કરવા માટે વેસુ વેલ્ફેર સોસાયટીની પણ કરવામાં આવી હતી. આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે નગરસેવકની આગેવાનીમાં તારીખ સોસાયટીના પ્રમુખ દ્વારા એક વેલ્ફેર એસોસિએશનની રચના પણ કરવામાં આવી છે.
આ પ્રકારની જાે કોઈ દેખાય તો તેઓ દ્વારા કાયદેસરની ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષ ચૂંટણીનું છે, ગુજરાતભરમાં જે રીતે કોમી એકતા અખંડિતતા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ મીટીંગને લઈને ઘણી ચર્ચાઓ ઊભી થઈ છે. ત્યારે જાેવાનું એ રહ્યું કે, આ મામલે હવે પોલીસ તંત્ર અને સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.