આજરોજ ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા અને માળાનું વિતરણ કરી સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.
ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા ગૌ સેવા, જીવદયા, અનાથ બાળકોને જમાડવાની સેવા, ગંગા સ્વરૂપ બહેનો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણની સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ગૃપનું માનવું છે કે કળિયુગમાં ભગીરથ તો ના બની શકીએ પણ સૌ સાથે મળીને ભગીરથ કાર્ય જરૂર કરી શકીએ.