આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી ત્યારથી જ મજબૂત ટક્કર આપી રહી છે. સુરતમાં જંગી જીત બાદ ગુજરાતના ખુણે ખુણે આમ આદમી પાર્ટીની વાહવાહી થવા લાગી છે. સારા સારા લોકો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા. જો કે છેલ્લા 48 કલાકમાં પાર્ટીમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મહેશ સવાણી, વિજય સુવાળા અને નિલમ વ્યાસ ભાજપમાં જોડાયા છે. ત્યારે બધાને એવું લાગતુ હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં એની અસર જોવા મળશે, જો કે એવું થયું નહીં અને કાર્યકર્તાઓનો જુસ્સો એવો જ રહ્યો છે.
જો વિગતે વાત કરવામાં આવે તો મહેશ સવાણીના આપ છોડ્યા બાદ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સુરત શહેરમાં રાત્રે વોર્ડમાં એક બેઠક બોલાવી હતી અને જેમાં બહોળા પ્રમાણમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે આપે સી.આર.પાટીલે ચેલેન્જ આપી છે. જેને આપણે સ્વીકારવાની છે. સી.આર.પાટીલ પૈસા અને સત્તાના જોરે ભલે ગુજરાતમાં કોઈપણ ખેલ કરતા હોય. પરંતુ સી.આર.પાટીલ જે પણ હોય તે તેમના ઘરે. આપણે આ ચેલેન્જ સ્વીકારીને લડવાનું છે એવું પણ ગોપાલભાઈ કહ્યું હતું અને કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો.
સાથે જ આપ નેતા ગોપાલ ઈટાલિયાએ વાત કરી કે સીઆર પાટીલનો પડકાર અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઝીલવા માટે તૈયાર છે. કોઈ એક બે વ્યક્તિના આવે કે જાય એનાથી કોઈ ફરક નથી પડતો. આ કોઈ વ્યક્તિની પાર્ટી નથી. આ તો વિચારની લડાઈ છે. કોઈપણ વ્યક્તિ ધારાસભ્ય બને તો, એ શું અને ન બને તો પણ શું.
આપણા માટે વ્યક્તિગત લાભની વાત નથી આપણે તો સમાજના હિતમાં કામ કરવાનું છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી માત્ર ધારાસભ્ય કે, નેતા બનવા પૂરતું સીમિત નથી. પરંતુ આપણે લોકો માટે લડાઈ લડવાની છે.
ગુજરાતની જનતાના લક્ષ્યમાં કામની વાત કરતાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે- આપણે લોકોને સારા સ્વાસ્થ્ય માટે સારા શિક્ષણ માટે અને ખેડૂતોને પોતાના પરસેવાની આવક મળે, રોજગારી માટે લડાઈ લડવાની છે. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા સી.આર.પાટીલ અકેલા ચેલેન્જ ઉપાડીને રાજકીય લડાઈ લડશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં તાકાત છે કે, હજુ પણ પોતાના આવનાર પેઢી માટે પ્રામાણિકતાથી લડાઈ લડશે. એક બે વ્યક્તિઓના જવાથી પક્ષને કોઈ ફરક પડતો નથી. એ તેમનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે.