Gujarat News : શહેરમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા વિસ્તારના વાલીઓ માટે ફરી એકવાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. કડોદરા વિસ્તારમાં માતા ઘરે કામ કરતી હતી, અને રમતા રમતાં સાત માસની બાળકી ગરોળી ચાવી ગઈ હતી. હાલ બાળકીની સારવાર શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી સોસાયટીના એક મકાનમાં સાત માસની બાળકી ગરોળી ચાવી ગઈ છે. અભિષેક સિંહની સાત મહિનાની દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન તેની માતા ઘરકામ કરી રહી હતી. ત્યારે જ એક ગરોળી રમતી દીકરીની બાજુમાં ચાલી રહી હતી. બાળકીએ રમતા રમતા ગરોળીને પકડીને સીધી મોઢામાં મૂકી દીધી હતી અને ગરોળી ચાવવા લાગી હતી.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
થોડા સમય પછી, જ્યારે તેણે બાળકના હાથ પર ગરોળી ચાવવાની જોઈ ત્યારે માતા ગભરાઈ ગઈ. જે બાદ બાળકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જે બાદ તેને તાત્કાલિક વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકની તબિયત સ્થિર છે.