સુરતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવાનનું મોત થયું છે. સુરતના ઓલપડમાં ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત નીપજ્યું છે. નિમેષ આહિર નામના યુવાનનું ક્રિકેટ રમતી વખતે મોત થયાની વિગતો સામે આવી છે. યુવકના મોતને પગલે નરથાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતમાં ઓલપાડના નરથાણા ગામથી એક ઘટના સામે આવી છે. જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું મોત થયું છે. નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે એકાએક મોત થયું છે. યુવકે મેચમાં 14 બોલમાં 46રન કર્યા હતા. મોત થયાનું સાચું કારણ જાણવા મળ્યું નથી. અત્રે ઉલ્લખેનીય છે અગાઉ પણ સુરતથી ક્રિકેટ રમતા રમતા યુવકની મોત થયા ઘટના સામે આવી હતી જેમાં હોર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી હતી.
થોડા દિવસ અગાઉ સુરતના શેખપુર ગામના યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત નીપજ્યું હતું. યુવકના મોતને પગલે શેખપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, કામરેજ તાલુકાના શેખપુર ગામનો કિશન પટેલ નામનો યુવક રવિવારે મિત્રો સાથે ઓલપાડ તાલુકાના સેલૂટ ગામના મેદાનમાં ક્રિકટ રમવા માટે ગયો હતો. આ દરમિયાન ચાલું મેચે કિશન મેદાનમાં બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ રાજકોટમાં બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત થયા હતા. એક ઘટનામાં એક યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
વસંત રાઠોડ અમદાવાદમાં સરકારી નોકરી કરતો હતો તે બચત ભવનમાં કર્મચારી હતો. શનિવારે ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટની મેચ ગોઠવાઈ હતી અને વસંત બોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન તેને હાર્ટએટેક આવતાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે નીચે બેસી ગયો હતો.
ગુજરાતમાં માવઠાએ તો ભારે કરી, ખેતરેથી ઘરે આવતા યુવક પર વીજળી પડતા દર્દનાક મોત, 2 દીકરીઓ નોંધારી બની
ગત 29 જાન્યુઆરીને રવિવારે રાજકોટનો રવિ વાગડે નામનો યુવક રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં મેચ દરમિયાન તેને છાતીના ભાગે ટેનિસ બોલ વાગતા તેને શ્વાસ ચડ્યો હતો. જોકે બાદમાં તેને એક યુવકને રનર રાખી મેચ રમવાનું ચાલુ રાખી 22 રન બનાવી દીધા હતા. જે બાદમાં તે પોતાની કારમાં જઈ બેસી ગયા બાદ હાર્ટઍટેક આવ્યો અને ત્યાં સ્થળ પર જ તેનું મોત થયું હતું.