હર્ષ સંઘવીએ રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો કરાવ્યો પ્રારંભ, 15 લાખથી વધુ નાગરિકો ઉત્સાહભેર થયા સહભાગી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

તા.૨૩ ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધા જયારે તા.૨૬ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા   મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા અને તા.૩૦ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાય રહી છે. રાજ્યકક્ષાએ વિજેતા સ્પર્ધકને ૨૦૨૪ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે
આપણી યોગની સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા.૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષા સ્પર્ધાનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ  તા.૧૯ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષાની સ્પર્ધાનો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવ્યો છે. જેમાં રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૫,૦૨૬ સેન્ટર ઉપર ૧૫, ૨૩,૪૦૯ નાગરિકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.
ગ્રામ્ય તથા નપા/મનપા વોર્ડ કક્ષાની સ્પર્ધામાં અમદાવાદ જિલ્લાના ૬૦૯ સેન્ટર ઉપર ૨,૨૪,૨૭૮ નાગરિકો, અમરેલીના ૫૩૮ સેન્ટર ઉપર ૨૭,૭૯૩ નાગરિકો, આણંદના ૪૦૦ સેન્ટર ઉપર ૪૩,૦૪૭, અરવલ્લીના ૪૪૮ સેન્ટર ઉપર ૧૭,૬૮૪, બનાસકાંઠાના ૯૦૬ સેન્ટર ઉપર ૩૭,૧૪૭, ભરૂચના ૫૬૪ સેન્ટર ઉપર ૪૨,૯૨૮, ભાવનગરના ૪૮૭ સેન્ટર ઉપર ૫૦,૯૯૦,  બોટાદના ૧૯૪ સેન્ટર ઉપર ૩૦,૯૧૭, છોટાઉદેપુરના ૬૪૧ સેન્ટર ઉપર ૩૧,૦૯૩, દાહોદના ૪૭૪ સેન્ટર ઉપર ૧૪,૫૩૨, દેવભૂમી દ્વારકાના ૨૨૪ સેન્ટર ઉપર ૧૭,૧૫૬, ગાંધીનગરના ૩૮૫ સેન્ટર ઉપર ૪૮,૯૪૨, ગીર સોમનાથના ૩૨૫ સેન્ટર ઉપર ૧૯,૨૭૭, જામનગરના ૩૫૧ સેન્ટર ઉપર ૪૫,૫૮૯, જૂનાગઢના ૪૨૫ સેન્ટર ઉપર ૭૯,૫૦૦, કચ્છના ૬૯૦ સેન્ટર ઉપર ૫૧,૯૩૪, ખેડાના ૪૪૪ સેન્ટર ઉપર ૩૨,૪૦૩, મહેસાણાના ૫૮૪ સેન્ટર ઉપર ૫૩,૩૬૯, મહિસાગરના ૪૯૭ સેન્ટર ઉપર ૩૬,૭૩૨, મોરબીના ૩૩૯ સેન્ટર ઉપર ૨૪,૮૪૦, નર્મદાના ૪૦૦ સેન્ટર ઉપર ૧૨,૮૨૯, નવસારીના ૩૮૨ સેન્ટર ઉપર ૫૬,૦૪૬, પંચમહાલના ૩૬૦ સેન્ટર ઉપર ૧૦,૪૯૧, પાટણના ૩૮૫ સેન્ટર ઉપર ૨૧,૩૩૫, પોરબંદરના ૧૫૪ સેન્ટર ઉપર ૧૫,૩૪૮, રાજકોટના ૪૭૧ સેન્ટર ઉપર ૪૯,૮૩૮, સાબરકાંઠાના ૫૩૭ સેન્ટર ઉપર ૨૨,૪૯૮, સુરતના ૫૫૭ સેન્ટર ઉપર ૧,૬૯,૭૩૮, સુરેન્દ્રનગરના ૫૬૩ સેન્ટર ઉપર ૬૧,૨૬૯, તાપીના ૩૭૧ સેન્ટર ઉપર ૨૧,૪૮૬, ડાંગના ૩૬૨ સેન્ટર ઉપર ૧૫,૯૪૪, વડોદરાના ૬૦૦ સેન્ટર ઉપર ૬૬,૮૯૩, વલસાડ જિલ્લાના ૪૫૯ સેન્ટર ઉપર ૬૯,૫૪૩ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.૨૬ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને તા.૩૦ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે.

અલાહાબાદ હાઈકોર્ટનો નોટો નિર્ણય, વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ અને વિશ્વેશ્વર મંદિર કેસમાં તમામ અરજીઓ ફગાવી

સંસદ બહાર TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિ ધનખડની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ વીડિયો બનાવ્યો, રાજ્યસભાના અધ્યક્ષ ભડક્યા

દિલીપ જોશીના પુત્રના લગ્નની ક્ષણો, તારક મહેતા સ્ટાર કાસ્ટથી લઈને ફાલ્ગુની પાઠક સંગીતમાં જોડાયા

આ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને ૨૦૨૪ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.

Share this Article