ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે. સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.