Entertainment News: પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સ તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગની સૌથી જૂની માન્યતાઓમાંની એક 69મા ફિલ્મફેર એવોર્ડની આવૃત્તિની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે આ કાર્યક્રમ 28 જાન્યુઆરી, 2024 ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે.
એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈનની હાજરી જોવા મળી હતી. ઈવેન્ટમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરી રહેલા અભિનેતા ટાઈગર શ્રોફે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને ગુજરાત સાથેના પોતાના ખાસ જોડાણને શેર કર્યું હતું અને તેમણે કહ્યું, “મારો ગુજરાત સાથે ખાસ સંબંધ છે કારણ કે મારા દાદા ગુજરાતી હતા અને જો ફિલ્મફેરની વાત કરીએ તો આ એવોર્ડ શો સાથે મારો સુંદર સંબંધ છે.”
એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈનની હાજરી જોવા મળી હતી. ઈવેન્ટમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરી રહેલા અભિનેતા ટાઈગર શ્રોફે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને ગુજરાત સાથેના પોતાના ખાસ જોડાણને શેર કર્યું.
ટાઇગરે 1990માં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવાની યાદ તાજી કરી હતી જ્યારે તેના પિતા જેકી શ્રોફને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમણે ફિલ્મ ઉદ્યોગ અને 69માં ફિલ્મફેર માટે ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 1954 માં શરૂ થયેલ, ફિલ્મફેર એવોર્ડ્સ ફિલ્મ ક્ષેત્રની શ્રેષ્ઠતાનું પ્રતીક છે.