અંબાજી પ્રસાદ વિવાદ હવે ચરમ સીમાએ, અનેક નેતાઓ મંત્રી બાદ નીતિન પટેલે મોહનથાળ અને ચિક્કીને લઈ આપ્યું મોટું નિવેદન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. ત્યારે અંબાજીમાં મોહનાથાળનો પ્રસાદ ચાલુ રાખવાના વિવાદ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલે છે. સરકાર યોગ્ય નિરાકરણ લાવશે.અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગનો મુદ્દો તીવ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે. સરકાર આ મુદ્દે યોગ્ય રીતે નિરાકરણ કરશે. આ સિવાય નીતિન પટેલે મોહનથાળના પ્રસાદ મુદ્દે વધુ કાંઈ કહેવાનું ટાળ્યું હતું.

નીતિન પટેલે જે વાત કહી છે તેનાથી ભક્તોમાં આંશિક હર્ષની લાગણી છવાઈ છે કે જો સરકાર આ મુદ્દે નિર્ણય કરશે તો તે ભક્તોના પક્ષમાં હશે. વિવિધ સંગઠનો સિવાય ગુજરાત કોંગ્રેસે પણ અંબાજીમાં મોહનથાળ રૂપે પ્રસાદ વેચવામાં આવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પણ આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે.

ધ્રુજાવી નાખતો ઘટસ્ફોટ: સતીશ કૌશિકને ઝેર આપીને મારવામાં આવ્યા? આરોપ બાદ ફાર્મહાઉસના માલિકે મૌન તોડ્યું અને કહ્યું-…

દીપિકા પાદુકોણે રડતાં-રડતાં વર્ષો પછી કર્યો સૌથી મોટો ઘટસ્ફોટ, કહ્યું- રણબીર કપૂરે બંધ રૂમમાં મારી સાથે…

તો હવે મહુડીમાં સુખડીના બદલે પ્રસાદ તરીકે ગોળ-ધાણા શરુ કરાશે?… અંબાજી મામલે કોંગ્રેસ ભાજપ પર કર્યો અણીદાર પ્રહાર

ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળના પ્રસાદને બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો રાજકીય પક્ષો અને દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં પરંપરાગત મોહનથાળના પ્રસાદને શરુ કરવાની તીવ્ર માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પોતાનું નિવેદન આપીને માઈભક્તોમાં એક વિશ્વાસ જગાડ્યો છે.


Share this Article