આને કહેવાય ભરોસાની સરકાર! વાયદો આપ્યો હતો એ પ્રમાણે ગુજરાત સરકારે આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવ્યો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ચૂંટણી પહેલા ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓ કર્યા હતા અને કહ્યું હતું કે અમે પુરા કરશું. ત્યારે હવે સરકાર એ કામ કરવા લાગી ગઈ છે એનું તાજુ ઉદાહરણ આજે જ સામે આવ્યું છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે કે જે પહેલાં 5 લાખ હતી. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે જેનો લોકોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

મંત્રી ઋષિકેશ પટેલે આજે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા કરવામાં આવી છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા થઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. દર 15 દિવસે સફાઈ કરવામાં આવશે. સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી ગઈ છે. CM પટેલે પણ વધુમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય 10 લાખ સહાય કરવા માટે અધિકારીઓ કામ હાથ ધર્યું છે. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાલ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની વયુગેલેરી, બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરાશે. ફેમિલી કાર્ડ યોજના અમલ કરવામાં આવે છે.

આ સાથે જ ભાજપે વાયદો કર્યા હતો કે ‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ’ થકી EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે રૂ. 110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું. રૂ. 10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેનાથી 3 નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ (હોસ્પિટલ PHCs-CHCs)ને અપગ્રેડ કરીશું. મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ. 10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.

 

 


Share this Article