દેવાયત ખવડને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં, જેલમાંથી છૂટવા ફરી હવાતિયાં કર્યા, શું લાગે આ વખતે મેળ પડશે કે પછી બાબાજી કા ઠુલ્લું?

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કર્યો હોવાનો મામલો ગુજરાતમા ચારેતરફ ચર્ચાયો હતો. આ ઘટનામા યુવકને ગંભીર ઈજા થઈ હતી અને બીજી તરફ દેવાયત ખવડ ભાગી ગયો હતો. ફરાર દેવાયત ખવડ ઘણા દિવસો બાદ મળ્યો હતિ જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

દેવાયત ખવડે સેશન્સ કોર્ટમાં કરી અરજી 

મળતી માહિતી મુજબ લોકસાહિત્યકાર દેવાયત ખવડને અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. હાલ દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે જેમા 2015માં ચોટીલામાં મારામારીના ગુનો, 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ અને ત્યારબાદ આ મામલો સામે આવ્યો છે.

દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ

આ અગાઉ 12 દિવસથી દેવાયત ખવડના મારામારીના કેસમા બચાવપક્ષના વકીલે દાવો કર્યો હતો કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી. તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી.

રાજકોટમાં યુવક પર લાકડી વડે કર્યો હુમલો 

આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં. તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા છે.

 

 


Share this Article
TAGGED: