ક્યાંક ભાજપ-કોંગ્રેસ તો ક્યાંક ભાજપ-AAPના કાર્યકર્તોઓ બાખડી પડ્યાં, તો આ ગામમાં મહિલા સરપંચની પતિ સાથે જ ઝપાઝપી થઈ ગઈ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

સવારથી જ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 3 વાગ્યા સુધીમાં 50 ટકા આજુબાજુ મતદાનના સમાચાર પણ સામે આવી રહ્યા હતા. ત્યારે અનેક જગ્યાએ જપાજપી તો કોઈ જગ્યાએ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઈ હતી.

એક કિસ્સો એવો પણ સામે આવ્યો હતો કે હળવદના અજીતગઢમાં મતદાન મથક પર માથાકૂટ થઇ છે. મહિલા સરપંચની પતિ સાથે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ લોકોએ બન્નેને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. તો એ જ રીતે પાલીતાણામાં વણકરવાસ વિસ્તારમાં મતદાન સમયે AAP-ભાજપ કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ હતી અને ગીર સોમનાથમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર સામ-સામે આવી ગયા હતા. આવા અનેક કિસ્સાઓ આજે જોવા મળ્યા હતા.

જૂનાગઢમાં મતદાનની ગુપ્તતતાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે એવી પણ અધિકારીઓએ વાત કરી હતી. કારણ કે ઘણા મતદાતાઓએ મતદાન કરીને ફોટો વાયરલ કર્યા હતા. સામાન્ય રીતે ચૂંટણીના પંચના નિયમો પ્રમાણે મતદાન એ ગુપ્ત રાખવાનું હોય છે. જ્યારે અમુક લોકોએ એનો ભંગ કર્યો હતો. હવે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવું અધિકારીઓએ કહ્યું હતું.

તો વળી સવારમાં ગુજરાતની સૌથી સંવેદનશીલ રાજકોટની ગોંડલ બેઠક પર નવો ધમધમાટ સામે આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાએ ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા પર નિશાન સાધ્યું છે. તેમણે મતદાન પરિસરમાં ઇન્ટરવ્યુ આપવા માટે આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ સમગ્ર મામલે પ્રિસાઇડીંગ ઓફિસર જયરાજસિંહ જાડેજાના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. અનિરુદ્ધ સિંહના સ્ટેન્ડને ધ્યાનમાં રાખીને રિબડા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે અહીંથી યતીશ દેસાઈને ટિકિટ આપી છે.


Share this Article