ડીસાના ખેડૂતે 3.5 કરોડના ખર્ચે પોતાની 7 વીઘા જમીનમાં સોલાર પ્લાન્ટ ઊભો કર્યો, કંપનીને વીજળી વેચી કમાઈ છે લાખો રૂપિયા

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

વિપુલ ઠક્કર ( ડીસા ): ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ખેતી માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. તો મોટાભાગના ખેડૂતો ઓર્ગેનિક અને બાગાયતી ખેતી તરફ પણ વળ્યા છે. ત્યારે ડીસા તાલુકાના નાગફણા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ ઊભો કર્યો છે. અને તેમાંથી ઉત્પન્ન થતી વીજળી વીજ કંપનીને વેચી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે ત્યારે ખેડૂત હવે ખેતીની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન કરતો થયો છે. ત્યારે આ ખેડૂતે અન્ય ખેડૂતો ને પણ પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ લગાવીને સારી કમાણી કરવા માટે અપીલ કરી છે.

ડીસા તાલુકાના નાગફણા ગામે રહેતા ખેડૂત ડો લાલજી ભાઈ પટેલ ખેતી કરે છે. તેમને અગાઉ વિચાર આવ્યો હતો કે સોલાર પ્લાન્ટ તેમના કોલ્ડ સ્ટોરેજમાં લગાવવો જોઈએ ત્યારબાદ તે વિચારને બદલીને તેમણે પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ લગાવવાનું નક્કી કર્યું હતું. સાત વીઘા જગ્યામાં સાડા ત્રણ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઊભો કર્યો છે. આ સોલાર પ્લાન્ટમાં દરરોજ ૪૫૦૦ થી 5 000 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે. અને આ વીજળી તેઓ વીજ કંપનીને બે રૂપિયા 83 પૈસા પ્રતિ યુનિટના ભાવે વેચે છે. જેથી દરરોજ સરેરાશ વીજળી વેચી લાલજીભાઈ પટેલ 13000 જેટલી આવક મેળવી રહ્યા છે આમ ખેડૂત ખેતીની સાથે સાથે વીજળી પણ વેચીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. અને પોતાની વચ્ચે વધેલી જમીનમાં ખેતી પણ કરે છે.

ત્યારે જો ખેડૂતો કોઈ બીજા વ્યવસાય માં ઇન્વેસ્ટ કરતા હોય તો તેના કરતાં આ સોલાર પ્લાન્ટ લગાવવો જોઈએ. અને તેના થકી ખેડૂતો સારી કમાણી કરી શકે છે. ત્યારે ડીસાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રગતિશીલ યુવા ખેડૂત પ્રવીણભાઈ ગોરધનજી માળીએ પણ નાગફણા ગામે જઈ લાલજીભાઈ પટેલના આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અને તેઓ પણ ખેડૂતના આ કાર્યથી પ્રભાવિત થયા હતા. અને પ્રવીણભાઈ માળીએ. અન્ય ખેડૂતોને પણ પોતાના ખેતરમાં સોલર નો પ્લાન ઊભો કરી વીજળી વેચી સારી કમાણી કરવા અપીલ કરી હતી.


Share this Article