કોઈ પ્રસંગ કે લગ્નનું આયોજન કરી રહ્યા હોવ તો પહેલા ખાસ વાંચી લેજો આ સમાચાર, રાજ્યમા કોરોનાની એંટ્રીને જોતા સરકાર લઈ શકે છે આ મોટા નિર્ણય

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ફરી એકવાર કોરોનાએ આંતંક મચાવવાનુ શરૂ કરી દીધુ છે. વિશ્વમાં કોરોના વાયરસના હાહાકારને જોતા ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને પહેલાથી જ સાવચેતી રાખવા કહી દીધુ છે.

હવે કોરોના એલર્ટ જોતા સરકાર ફરીથી ગમે ત્યારે કોરોના ગાઇડલાઇન જાહેર કરી શકે છે. આ વચ્ચે વાત કરીએ ગુજરાતની તો અહી કોરોનાના નવા વેરિયન્ટના બે કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે.

આ જોતા હવે ટૂંક સમયમા રાજ્ય સરકાર કોરોના ગાઇડલાઇન બહાર પાડી શકે તેવી શકયતા છે. બીજી તરફ હાલ લગ્ન સિઝન ચાલુ થવાની છે.

આ અગાઉ રાજ્યમા કોરોનાની કથળેલી સ્થિતિ હતી ત્યારે ગાઇડલાઇનમા કહ્યુ હતુ કે માત્ર 100 જેટલાં લોકો ભેગા થઈ પ્રસંગ કરી શકશે. લગ્ન સ્થળની કેપેસિટી કરતાં 50 ટકા લોકોને જ ભાગ લઈ શકશે. હવે ફરી આવા જ નિયંત્રણો જોવા મળે તો નવાઈ નહી.


Share this Article
TAGGED: