ધંધુકામાં યુવકની હત્યા અને રાધનપુરની યુવતીને મારવાના મામલે સમગ્ર ગુજરાતમાં હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને વિધર્મી શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. વિવિધ સંગઠનો દ્વારા તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં સોમવારે હિન્દુ સંગઠનો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ધંધુકા અને રાધનપુરની બને ઘટનાના આરોપીઓને તાત્કાલિક કડક સજા કરવાની માંગ કરી હતી. ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવી છે. જ્યારે રાધનપુરમાં પણ ચૌધરી સમાજની યુવતી ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરાયો છે.
આ બંને ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જ્યારે આ મામલે બંને ઘટનામાં પોલીસે આરોપીઓની અટકાયત કરી છે. પરંતુ આરોપીઓને તાત્કાલિક કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ વિવિધ હિન્દુ સંગઠનો કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં સોમવારે હિન્દુ યુવા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આ બંને ઘટનાઓના આરોપીઓને તાત્કાલિક સરકાર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં વિવિધ હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા
આ અંગે હિન્દુ યુવા સંગઠનના મનોજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે વિધર્મી શખ્સો દ્વારા ધંધુકામાં સરેઆમ યુવકની હત્યા કરવામાં આવી છે અને રાધનપુરની યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે.આ બંને ઘટનાઓને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી એ છીએ અને વિધર્મી લોકોને ચેતવણી પણ આપીએ છીએ કે હિન્દુઓ એ હથિયાર મૂક્યા છે ચલાવવાનું નથી ભૂલ્યા. જેથી હવે પછી આવી ઘટનાઓ ચલાવી નહી લેવાય અને આ બને ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવી જોઇએ તેવી અમારી માંગ છે