રાજ્યમા જેમજેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમતેમ અનેક ઉથલપાથલ સામે આવી રહી છે.
કાલે રાતે આવો જ એક મોટો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હોવાનુ સામે આવ્યુ છે.
મળતી માહિતી મુજબ શનિવારની રાત્રે ગૃહ વિભાગ દ્વારા 82 DySPની બદલીના આદેશ આપી દેવાયા છે. સુરત શહેર DCP ઉષા રોડાને સુરત ઝોન-3માં મુકાયા છે. IPS આર.બી. બ્રહ્મભટ્ટની ADG ગાંધીનગરથી CID (ક્રાઇમ અને રેલવેઝ) ગાંધીનગરમા ફરજ સોપવામા આવી છે અને તેમની જગ્યા પર IPS બ્રજેશ કુમાર ઝાને નીમણૂક કરાયા છે.
આ 82 DySPમાં એચ.કે.વાઘેલાની પાટણથી ગાંધીનગર, ડી.ડી ચૌધરીની ભાવનગરથી પાટણ બદલી કરવામાં આવી છે. આ સિવાય એમ.કે.રાણા VIP સિક્યોરિટી ગાંધીનગર ખાતે બદલી અને સી.સી.ખટ્ટાણાની SC-ST સેલ પોરબંદર ખાતે બદલી કરવામા આવી છે.
સ્મિત ગોહિલ સાબરકાંઠા અને અતુલ વાણંદની મહેસાણાથી અમરેલી બદલી કરી દેવામા આવી હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે ડી.વી.રાણા L ડિવિઝન અમદાવાદ શહેર ખાતે બદલી અને ડી.એસ પટેલ વિભાગીય પો.અધિકારી ગાંધીનગર બદલી કરવામા આવી છે.
બદલી કરવામા આવેલા 82 DySPની આખી યાદી આપવામા આવી છે. 82 DySPની સાથે સાથે ગુજરાતમાં 22 IPS અને SPS અધિકારીઓની પણ બદલી અને બઢતીના આદેશ આપી દેવામા આવ્યા છે.