છી..છી..છી…બહારનું ઠંડુ પીણું પીતા લોકો માટે નવસારીમાં બની લાલબત્તી સમાન ઘટના, આ શખ્સના કોકોમાંથી ગરોળી નીકળતાં ચકચાર મચી ગઈ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મરોલી પંથકમાં આઈસ્ક્રીમની એક ટેમ્પામાં ચાલતી મોબાઈલ દુકાનમાં ગઇકાલે મંગળવારે નિમળાઈ ગામે એક ગ્રાહક કોકો પીતો હતો. ત્યારે તેના કોકોમાંથી ગરોળી નીકળતાં ચકચાર મચી જવા પામી હતી. બાદમાં ગ્રાહકે આઈસ્ક્રીમની દુકાને ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી. જાે કે ગ્રાહકે આ અંગે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી.

ગઇકાલે મંગળવારે બપોરે દેવનારાયણ આઈસક્રીમના એક ટેમ્પોમાં ચાલતી દુકાન ઉભરાટ રોડ પર આવેલા નિમળાઈ ગામે ઊભી હતી. ત્યારે એક ગ્રામજને કોકોનો ઓર્ડર આપ્યો હતો. કોકો પીતા હતા તે દરમિયાન તેમાંથી ગરોળી નીકળી હતી. જેના પગલે ગ્રાહકે દુકાન પર ઉહાપોહ પણ મચાવ્યો હતો. કોકોમાંથી ગરોળી નીકળતાં આ બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ચકમક ઝરી હતી. આ બાબતે ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા દુકાનદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મરોલી પંથકના લોકો કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં વીડિયો વાયરલ કરનારા યુવાન પાસે માહિતી મેળવવા જતાં તેણે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લા ૧ અઠવાડિયામાં ભોજનમાં વંદો અને ગરોળી નીકળવાનો આ બીજાે બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ચકાસણી કરી આવા લેભાગુ વેપારીઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગણી શહેરમાંથી ઉઠી રહી છે


Share this Article