Gujarat News: અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે નવી આગાહી કરતાં વાત કરી હતી કે રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે માવઠા અંગેની આગાહી કરી અને જણાવ્યું કે હાલ વરસાદની આશંકા નથી.
મંગળવારના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.2 ડિગ્રી, ગાંધીનગરમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી નોંધાયુ છે.
હવામાન વિભાગે નવી આગાહી કરતાં આગામી 3 દિવસ બાદ તાપમાન વધવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે કહ્યું કે હાલ ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે. આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને ગરમીનો અહેસાસ થશે.
કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!
હાલમાં અમદાવાદમાં રાત્રી તાપમાન 22 ડિગ્રી જ્યારે દિવસનું તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જે તાપમાન 3 દિવસ બાદ વધશે એવી આગાહી કરવામાં આવી છે. જેનાથી લોકોને પણ વ્યવસ્થા અને સુરક્ષા રાખવાની વાત કરવામાં આવી છે.