ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે…. આ શબ્દો છે MP મનસુખ વસાવાના.
ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે. મેં તથા મારી દીકરી પ્રીતિબેન વસાવા એ પણ ઉમેદવારી માટે માંગણી કરી હતી પરંતુ ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 4, 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં કોને કોને ટિકિટ આપવામાં આવશે જેની લાંબી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ હવે આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ટ્વિટ કરીને મોટો ધડાકો કર્યો છે. મનસુખ વસાવાએ ટ્વિટ કરતા કહ્યું કે ચાલુ MP – MLA ના પરિવારને ટિકિટ આપવામાં નહીં આવે એવો પાર્ટીનો નિર્ણય છે.
જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.
આભાર.
લિ. મનસુખભાઈ ડી. વસાવા,
લોકસભા સાંસદ ભરૂચ.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 4, 2022
વધુમાં ટ્વિટ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘જે નિર્ણયને અમે શિરોમાન્ય ગણી પાર્ટીના આદેશ મુજબ કામ કરીશું. નાંદોદ વિધાનસભા તથા ડેડીયાપાડા વિધાનસભાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલના નામો ગયા છે. અન્ય એક ટ્વિટમાં મનસુખ વસાવાએ કહ્યું કે, ‘જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.
જે કોઈપણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જીતાડશું અને બાકીના બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે પણ કોઈ ઉમેદવાર આવે તેમણે અને ભાજપને જીતાડવા ના કામે લાગી જવું જોઈએ.
આભાર.
લિ. મનસુખભાઈ ડી. વસાવા,
લોકસભા સાંસદ ભરૂચ.
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) November 4, 2022
જ્યારથી આ ટ્વિટ વાયરલ થઈ છે ત્યારથી જ રાજકીય ગલીઓમા શોર મચી ગયો છે અને નવા તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. જો કે એ તો જોવાનું એ રહ્યું કે આખરે ભાજપ કોને કોને ટિકિટ આપે છે. હાલના તબક્કાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગર મુકામે ચાલુ છે.