દિનેશ સાધુ (રાધનપુર પાટણ )
ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાને કારણે દરેક પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, વાહનચાલકો પણ ખરાબ રોડ રસ્તાને અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, લોકો દ્વારા પણ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ તંત્ર આંખ આડે કાન કરી રહયું હોય એમ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જ જોવા મળે છે, જેને કારણે અનેક વખત અકસ્માતના બનાવો પણ બને છે, ત્યારે વારાહી પોલીસ સ્ટેશનમાં નેશનલ હાઇવે ઓથોરિટી સામે ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યું છે.
રાધનપુર થી સાંતલપુર સુધી બિસ્માર રોડને લઈ અકસ્માતનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, ખરાબ રોડ રસ્તાને કારણે છેલ્લા 10 દિવસ માં અકસ્માતમાં બે લોકોના મોત નિપજતા લોકો અને વાહન ચાલકોમાં પણ રોષની લાગણી વ્યાપી હતી, થોડા સમયબ પહેલા જ સમી તાલુકાના મહિલાનું બિસ્માર રોડને અકસ્માતમાં નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું હતું, રોડમાં પડેલા ભુવામાં બાઇક પટકાતા બાઇક સવાર મહિલાનું મોત નીપજ્યું હતું . બિસ્માર રોડને કારણે અકસ્માત થતા મહિલાના પતિ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી પર ફરિયાદ નોંધાવી છે.