જય મા પાવાગઢવાળી, સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢમાં પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે બે વર્ષ બાદ શુભારંભ થયો

Lok Patrika
By Lok Patrika
Share this Article

કોરોનાકાળમાં બે વર્ષ મોકુફ રહેલી સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતી પાવાગઢ પરિક્રમા યાત્રાનો કોરોના ગાઈડલાઈન સાથે આજથી શુભારંભ થયો છે. આ યાત્રાનો વાઘેશ્વરી માતાજી મંદિરથી સંતો, મહંતો,પરિક્રમા સમિતિ અને પદાધિકારીઓએ માતાજીના જય ઘોષ સાથે દેશ દુનિયા માંથી કોરોના મહામારી જલ્દી દુર થાય એવા સંકલ્પ પ્રસ્થાન કરાવ્યું છે.

પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ખૂણે ખૂણે થી માઇભક્તો અને શ્રદ્ધાળુ ઓ જાેડાયા છે. આ યાત્રા સાથે હિન્દૂ ધર્મ જાગરણ મંચ દ્વારા પંચમહાલ ધર્મ જાગરણ દિવસ તરીકે જાહેરાત કરી યાત્રાનું મહાત્મ્ય વધારી દીધું છે.પરિક્રમા યાત્રામાં નડિયાદથી આવેલા માઇ ભક્ત મહાકાળી માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જે આકર્ષણનો ભાગ બન્યા હતા.

ધાર્મિક મહત્વ ધરાવતા કોઈપણ સ્થળની પરિક્રમાને હિન્દૂ સંસ્કૃતિ ખુબ જ પવિત્ર યાત્રા માનવામાં આવે છે જેમાં પણ શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. આવી જ અંદાજિત ૭૦૦થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજાેગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. આ પરિક્રમા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોવાનું પણ માનવામાં આવે છે. આ પવિત્ર યાત્રાને છ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ જીવંત કરવામાં આવી છે.

આજરોજ પાવાગઢના વાઘેશ્વરી મંદિરથી પગપાળા પરિક્રમાનું પ્રસ્થાન કરાવવા આવ્યું હતું જેનું સમાપન યાત્રા પથ માં આવતા સ્થાનો ના દર્શન કરી પાવાગઢ ડુંગર પર આવેલ નિજ મંદિર ખાતે થાય છે. ઐતિહાસિક મહત્વ ધરાવતી આ યાત્રાનો ઇતિહાસ કહે છે કે પાવાગઢ ના રાજવી ઓ પણ આ પવિત્ર પરિક્રમા માં જાેડાતા હતા અને પરિક્રમા બાદ નિજ મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.આજથી પ્રારંભ થયેલી પાવાગઢની ૪૪ કિમિની પગપાળા યાત્રા માં મોટી સંખ્યામાં આસ્થાળુઓ જાેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે દિવાળીના સમય દરમિયાન કોરોના વાયરસની અસર જૂનાગઢના ગીરનાર પરિક્રમા ઉપર પણ દેખાઈ હતી. જ્યાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા. પરંતુ પરિક્રમા માટે દરવાજાે બંધ હોવાથી વિરોધ થયા બાદ તંત્રદ્વાર તબક્કાવાર પરિક્રમા થાય તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly