જામનગરમાં તરતા સોનાની હાજા ગગડાવતી કિંમત, ખાલી 830 ગ્રામની કિંમત કરોડોમાં, આટલા મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ

Lok Patrika
By Lok Patrika
Share this Article

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરના એક યુવકની એવી કિંમતી વસ્તુ સાથે પકડવામાં આવ્યો છે કે તેના વિશે જાણીને ભલભલાને આશ્ચર્ય થઈ રહ્યું છે. આ વસ્તુ એટલે ‘વહેલની ઊલટી’ હતી. જેનું વજન ૮૩૦ ગ્રામ હતું અને તેની બજાર કિંમત રૂપિયા એક કરોડ થાય છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સ્પર્મ વ્હેલ પ્યુકના વેચાણને ગેરકાયદેસર માનવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે પરફ્યૂમ બનાવવાની સાથે કામેચ્છા વધારવા માટે કરવામાં આવે છે.

પોલીસને ૩૨ વર્ષનો યુવક ભાવેશગીરી ગોસ્વામી જામનગરની પટેલ કોલોનીમાં વ્હેલની ઊલટી વેચવા માટે આવ્યો હોવાની વિગતો મળી હતી. આ વિગતોના આધારે તપાસ કરીને ભાવેશગીરીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ભાવેશગીરી પાસેથી મળેલી વ્હેલની ઊલટીની તપાસ કરવા માટે તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે. જ્યાં તપાસ બાદ વધુ કેટલીક વિગતો સામે આવી શકે છે.

ભાવનગરના બી-ડિવિઝન પોલીસના સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “અમે હજુ સુધી FIR નથી નોંધી પરંતુ ધરપકડ કરાયેલા શખ્સ સામે સંબંધિત કલમો લાગુ કરી દીધી છે.” સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઈન્સ્પેક્ટર એસએસ નિનામાએ જણાવ્યું છે કે, ધરપકડ કરાયેલા ભાવેશગીરીએ દરિયા કિનારેથી વ્હેલની ઊલટી લાવ્યો હોવાનું સ્વીકાર્યું છે. વ્હેલની ઊલટીને એમ્બરગ્રીસ પણ કહેવામાં આવે છે, આ ઊલટી મીણ જેવો પદાર્થ હોય છે અને તે શુક્રાણુઓને વ્હેલના પાચન તંત્રમાંથી કાઢવામાં આવે છે. તેની શુદ્ધતાના આધારે તેની કિંમત ૧ કરોડ રૂપિયાથી ૨ કરોડ રૂપિયા સુધી પ્રતિકિલોગ્રામ હોય છે.

ભારત સહિત અન્ય દેશોમાં પણ એમ્બરગ્રીસના વેપાર અને તેનો કબજાે લેવા અંગે પ્રતિબંધ છે. આવી ઘટનાઓ અગાઉ પણ બની છે કે જેમાં વ્હેલની ઊલટીનું ગેરકાયદેસર વેચાણ થતું હોય, ખાસ કરીને ઘણી જગ્યાઓ પર વ્લેહની ઊલટીની ઊંચી કિંમત આવતી હોવાથી તેને પકડવામાં આવે છે, આવામાં વ્હેલના અસ્તિત્વને લઈને જાેખમ ઉભું થાય છે માટે વ્હેલની ઊલટીનું વેચાણ કરવા અને તેનો કબજાે લેવા બાબતે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, આ સાથે આમ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly