ગુજરાત સરકારના આ નિર્ણયથી શિક્ષકોની દિવાળી સુધરી ગઈ, ગુજરાતના શિક્ષકોને મળી આ મોટી ગિફ્ટ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

દીવાળી પહેલા રાજ્યના શિક્ષકો માટે સરકારે ખુશીના સમાચાર જાહેર કર્યા છે. મોટા સમાચાર છે. ઘણા સમયથી શિક્ષકો પોતાના જિલ્લામા બદલી મળે તે માટે માંગ કરી રહ્યા હયા. જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી છે. આ બાદ હવે રાજ્ય સરકારે આ મામલે જિલ્લાઓમા અરસ-પરસ બદલીનો નિર્ણય લીધો છે. આ માટે કેમ્પ યોજવામા આવશે. આ માટે કમ્પની તારીખો પણ જાહેર કરી દેવામા આવી છે.


મળતી માહિતી મુજબ શિક્ષકોની બદલી માટે ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં થશે. બે તબક્કા માટે પ્રથમ તબક્કો 20-10-2022, બીજો તબક્કો 23-11-2022એ યોજાશે. આ સિવાય રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોનો 4200 ગ્રેડ પે મંજૂરની પણ અગાઉ જાહેરાત કરી છે. જાણકારી મુજબ સરકારે શિક્ષકોની તરફેણમાં AMC શિક્ષક મંડળે સરકાર અને AMC સ્કૂલ બોર્ડનો આભાર માન્યો હતો.

 


Share this Article