માઉન્ટ આબુ જતા ગુજરાતીઓ સાવધાન, તાપમાન એટલુ નીચું કે બધું બરફ બરફ થઈ જશે, જતા પહેલા આટલું અવશ્ય જાણી લો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ભવર મીણા, માઉન્ટ આબુ: શિયાળા ની ગુલાબી ઠંડી વચ્ચે વાતાવરણ માં પલટો આવ્યો હતો જેથી છેલ્લા કેટલાક દિવસ થી વાદળ છાયું વાતાવરણ રહેતા ઠંડી ના ચમકારા માં ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન વધી ગયું હતું જોકે ધીરે ધીરે વાદળો વિખેરાયા બાદ ઠંડી નો ચમકારો વધી રહ્યો છે.

પર્યટક સ્થળ માઉન્ટ આબુ ની વાત કરવા માં આવે તો સોમવારે લઘુત્તમ તાપમાન વધી ને 10 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણ ખુલ્લું થતાં મંગળવારે એકજ દિવસ માં 5 ડિગ્રી ઘટી જતાં ઠંડી માં વધારો થયો હતો જોકે હવામાન વિભાગ ની વાત કરવા માં આવે તો આગામી દિવસો માં ગાત્રો થીજવતી ઠંડી માં લોકો ઠુઠવાઈ જસે.

અત્રે ઉલ્લેખનીય છેકે શિયાળા ની ગુલાબી ઠંડી ની મજા માણવા સહેલાણીઓ માઉન્ટ આબુ તરફ ઉમટી રહ્યા છે તો બીજી તરફ ઠંડી થી રાહત મેળવવા માટે ગરમ પાણી ના સેવન સાથે તાપના નો અને ગરમ વસ્ત્રો નો આશરો લઈ રહ્યા છે


Share this Article
TAGGED: