હવામાન વિભાગે કરી આ 3 દિવસ ગાત્રો થીજવતી ઠંડીની અગાહી, રાજ્યભરમા ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, જાણો તમારા શહેર વિશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ફરી એકવાર રાજ્યમાં ઠંડી વધી છે. આ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યમાં આવનારા દિવસોમા હજુ ઠંડી વધશે. 25થી 27 જાન્યુઆરી સુધી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, ખાસ કરીને સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને દિવસ દરમિયાન પારો ઉપર જશે.

આવનારા દિવસોમા હજુ ઠંડી વધશે

રાજ્યમા અલગ અલગ પંથકમા તાપમાનની સંભાવના અંગે આગાહી છે કે નાવા રાઉંડ્મા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડા પવન ફૂંકાશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન રહેશે. આ દિવસો દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે.

ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

રાજ્યમા વધી રહેલી ઠંડીનુ કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામા આવી રહ્યુ છે. દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભારે બરફવર્ષા થશે અને ફેબ્રુઆરીમાં ત્યાથી બરફીલા પવનો દેશમા અનુભવાશે. વધી રહેલી ઠંડી જોતા તબીબ નિષ્ણાંતોએ જણાવ્યું છે કે તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસો ખૂબ વધ્યા
છે અને આગામી સમયમા પણ વધશે.

લક્ઝરી લાઈફ છોડી સુરતના નામી હીરા વેપારીની દીકરીએ લીધો આકરો નિર્ણય,માત્ર 9 વર્ષની ઉંમરે બની સાધ્વી  

ફેબ્રુઆરીમાં બુધાદિત્ય યોગના કારણે આ 4 રાશિના લોકો રાતોરાત બની જશે કરોડપતિ, આવો યોગ વર્ષો પછી રચાય છે!

આજના 1 લિટર પેટ્રોલના ભાવમાં તો પહેલા સોનું આવી જતુ હતુ, વિશ્વાસ ન આવે તો જુઓ આ 60 વર્ષ જૂનું બિલ

અમદાવાદમાં જ છેલ્લા એક અઠવાડિયામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં 10 હજાર 500થી વધુ તાવ શરદી અને ઉધરસના કેસ નોંધાયા છે. લોકોને ગરમ હુંફાળું પાણી પીવાની સલાહ અપાય છે. આ સાથે વાત કરીએ હાલ રાજ્યના અલગ અલગ શહેરોન તાપમન અંગે તો નલિયામાં સૌથી ઓછૂ 3.8 ડિગ્રી, કેશોદમાં 8.3, અમરેલીમાં 8.4, ડીસામાં 8.8, ભુજમાં 9.2, ગાંધીનગરમાં 9.4, રાજકોટમાં 10.9, અમદાવાદમાં 11, પોરબંદરમાં 12, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

 


Share this Article