ખેડૂતો રાજી રાજી.. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી, તો ઠંડીમાં ધબડકો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Weather: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. મનોરમા મોહંતીએ આજે આગાહી કરી છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.

અમદાવાદ: રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમા આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજે રાજ્યના તાપમાન અંગે અનુમાન કર્યુ છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેકટર ડૉ. મનોરમા મોહંતીએ આજે આગાહી કરતા જણાવ્યુ હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.

આ સાથે તેમણે રાતના લઘુત્તમ તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે. હાલ તાપમાન વધવાનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યુ કે, હાલ વાતાવરણમાં થોડો ભેજ છે, વાદળ રહે છે જેના કારણે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ સાથે તેમણે આજના તાપમાન અંગે જણાવતા મનોરમા મોહંતીએ કહ્યુ કે, ગુરૂવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્શિયસ નોંધાયુ છે. જ્યારે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

અંબાલાલ પટેલની આગાહી

અધધ.. લસણની કળી ગૃહિણીઓને મોંઘી પડી… ડુંગળી-ટામેટા બાદ હવે લસણનો ભાવ હિમાલય વટ્યો

મંત્રી ભાનુબેન બાબરીયાની અનોખી સંવેદના, સુશાસનનું 1 વર્ષ પૂર્ણ થતા નાના બાળકો સાથે કરી ઉજવણી

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરના ભેજમાં ભળી જશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 18 ડિસેમ્બરના રોજ, એટલે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે. જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા રહેવાનું અનુમાન કર્યુ છે.


Share this Article