કયા જિલ્લામાં કેટલો વરસાદ થયો એનું આખે-આખુ લિસ્ટ આવી ગયું સામે, અહીં ચેક કરી લો તમારા જિલ્લામાં મેઘરાજાનું સરવૈયું

Lok Patrika
By Lok Patrika
Share this Article

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ૩૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૬૫.૪૫ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૪૧.૭૯ ટકા.

સૌરાષ્ટ્રમાં ૩૯.૪૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૦.૦૭ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૦.૪૪ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ક્વાંટ તાલુકામાં ૪૩૨ મિ.મી., જાંબુઘોડામાં ૪૨૬ મિ.મી., જેતપુર પાવીમાં ૪૦૩ મિ.મી., છોટાઉદેપુરમાં ૩૩૦ મિ.મી., વઘઈમાં ૨૮૮ મિ.મી., આહવામાં ૨૭૫ મિ.મી., ધરમપુરમાં ૨૨૫ મિ.મી., અમદાવાદ શહેરમાં ૨૧૯ મિ.મી., સુબીરમાં ૨૧૧ મિ.મી., વાંસદામાં ૨૦૯ મિ.મી., કપરાડામાં ૨૦૪ મિ.મી., સાગબારામાં ૧૯૭ મિ.મી., સંખેડામાં ૧૮૮ મિ.મી., ડેડીયાપાડામાં ૧૮૬ મિ.મી., ડોલવણમાં ૧૮૦ મિ.મી.

ઘોઘંબામાં ૧૫૮ મિ.મી., નડિયાદમાં ૧૪૩ મિ.મી., ગોધરામાં ૧૩૭ મિ.મી., સોજીત્રામાં ૧૩૬ મિ.મી., મહેમદાવાદ અને નસવાડીમાં ૧૩૫ મિ.મી., તિલકવાડા અને હાલોલમાં ૧૩૦ મિ.મી., ઉમરપાડામાં ૧૨૯ મિ.મી., ખેરગામમાં ૧૨૩ મિ.મી., મોરબીમાં ૧૨૧ મિ.મી., માતરમાં ૧૧૮ મિ.મી., ગરુડેશ્વરમાં ૧૧૩ મિ.મી., વસોમાં ૧૦૬ મિ.મી. એમ કુલ ૩૦ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ડભોઇમાં ૯૯ મિ.મી., ખેડામાં ૯૭ મિ.મી., ધોલેરામાં ૯૫ મિ.મી., આણંદમાં તથા શહેરામાં ૯૨ મિ.મી., મુન્દ્રા અને અબડાસામાં ૮૯ મિ.મી., ગણદેવીમાં ૮૫ મિ.મી.

ખંભાતમાં ૮૪ મિ.મી., વાઘોડિયામાં ૮૨ મિ.મી., પેટલાદમાં ૮૧ મિ.મી., મહુવામાં ૮૦ મિ.મી., નવસારીમાં ૭૯ મિ.મી., ચીખલી, વલસાડ અને કઠલાલમાં ૭૮ મિ.મી., નાંદોદમાં ૭૭ મિ.મી., તારાપુર, વાલોદ અને દાહોદમાં ૭૩ મિ.મી., દહેગામમાં ૭૧ મિ.મી., કુકરમુંડામાં ૭૦ મિ.મી., પારડીમાં ૬૭ મિ.મી., કાલોલમાં ૬૫ મિ.મી., સાણંદમાં ૬૪ મિ.મી., વાપી તથા કડીમાં ૬૨ મિ.મી., પાદરા, દસકોઈ અને સોનગઢમાં ૬૦ મિ.મી., જલાલપોરમાં ૫૯ મિ.મી., કચ્છ-માંડવી અને વ્યારામાં ૫૮ મિ.મી., નખત્રાણામાં ૫૬ મિ.મી., કલોલમાં તથા લુણાવાડામાં ૫૫ મિ.મી., નિઝરમાં ૫૪ મિ.મી., માંગરોળ અને વડોદરામાં ૫૨ મિ.મી. એમ કુલ ૩૯ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજ્યના ૧૪૯ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને ઘણી અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે., ભારતીય હવામાન વિભાગ અનુસાર, ભારે વરસાદથી કોઈ રાહત નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર, પંચમહાલ (બંને મધ્ય ગુજરાતમાં) અને ડાંગ જિલ્લાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly