કોરોના મહામારીએ ગુજરાતમાં ગંભીર સ્વરૂપ ધારણ તો કર્યુ જ છે, સાથોસાથ તેનો પોઝિટિવિટી રેટ પણ ભયાનક સ્તરે પહોંચી રહ્યો છે. બીજી બાજુ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતના અનેક પ્રખ્યાત સિંગર અને કલાકારોને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા હોવાની માહિતી મળી રહી છે. આ અહેવાલથી તેમના પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં હવે જાણીતા સિંગરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, તેમાં ગુજરાતી સિંગર રાકેશ બારોટ, રાજલ બારોટ અને જીગ્નેશ કવિરાજ કોરોના સંક્રમિત થયા છે.
ત્રણેય કલાકારો ઘરે જ હોમ ક્વોરોન્ટાઇન થયા છે. જ્યારે આ અગાઉ ગુજરાતી એક્ટર હેમાંગ દવે, દીક્ષા જાેશી અને ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવી કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ગુજરાતી સિંગર જીગ્નેશ કવિરાજે પોતાના સોશિયલ મીડિયા પર કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી છે. જીગ્નેશ કવિરાજે પોસ્ટમાં જણાવ્યું કે મારો ર્ઝ્રદૃૈઙ્ઘ ૧૯ રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે અને હું અત્યારે હોમ ક્વોરન્ટાઈન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકો રિપોર્ટ કરાવી લે. કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી, કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે.
રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં જણાવ્યું કે તેઓ પણ કોરોના પોઝિટિવ છે. ત્યારે તેમના ચાહકોએ બંને સિંગર જલ્દીથી સાજા થાય, તે માટે પ્રાર્થના કરી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પણ પોસ્ટ શેર કરતા જણાવ્યું કહ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવી લે. એવાં લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો. દીક્ષા જાેશીને પણ કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. સોશિયલ મીડિયા પર દીક્ષાએ પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, ૨૦૨૨માં હું આમ કરીશ.
હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, ‘હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુઃખાવો છે અને મને ખ્યાલ નથી કે તે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે મને આપેલા તમામ પ્રોટોકોલનું હું પાલન કરું છું. સાવેચત રહો અને માસ્ક પહેરો.