‘જાન જોડી છે એનું આમંત્રણ આપવા હું આવ્યો છું. માંડવેથી કઈ અધૂરું ન રહી જાય જોજો, ચૂંટણી પહેલા રાધનપુરથી આ દિગ્ગજ નેતાએ આપ્યુ મહત્વનું નિવેદન

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે એક નોવેદન આપ્યુ છે જેને લઈને હવે વિવાદ સર્જાયો છે. અલ્પેશ ઠાકોરે આ મહત્વનું નિવેદન પાટણના રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં દરમિયાન સામે આવ્યુ છે. લવિંગજી ઠાકોર પણ આ સમયે હાજર હતા. અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ઈશારો કર્યો છે કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટથી મેદાને ઉઅતરી શકે છે. આ સિવાય અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે શંકર ચૌધરી વાવથી ચૂંટણી લડી શકે છે.

અલ્પેશ ઠાકોરે કહ્યુ છે કે ‘જાન જોડી છે એનું આમંત્રણ આપવા હું આવ્યો છું. આ જાન રંગેચંગે જોડાય અને અમને બન્ને મૂરતિયાને તમે મસ્ત રીતે, વ્યવસ્થિત રીતે પરણાવો એવી મા જગદંબાને વિનંતી કરું છું. મારા બધા જ આગેવાનો મંચ પર બેઠા છે, મારાથી નાની-મોટી ભૂલ થઇ હોય, મનદુ:ખ થયું હોય તો માફ કરશો, દીકરો છું, ભાઇ છું, આશીર્વાદ આપો એ જ મારી વિનંતી છે.’


આ સિવાય શંકર ચૌધરીએ કહ્યુ હતુ કે ‘સરકાર જેની હોય અને ધારાસભ્ય પણ એ પાર્ટીના હોય તો ફાયદો થાય. સરકાર ભાજપની હતી ત્યારે તમે લવિંગજીને હરાવી દીધા અને અલ્પેશભાઇ સરકારમાં આવ્યા. આ બાદ તમે અલ્પેશભાઇને હરાવી દીધા. ગયા વખતે બાકી રહી ગયું છે કે જાન છેક માંડવે પહોંચી હતી અને….. તો આવું અધૂરું ના રહે એ જોજો. આ તમારી બધાની જવાબદારી છે.

 


Share this Article