ભવર મીણા (પાલનપુર )
છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, એટલુ જ નહિ સાથે સાથે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પીએન વરસ્યો છે. કોરોનાના કહેર વચ્ચે વાતાવરણના અચાનક આવતા પલટાએ લોકોની ઉંઘ ઉડાડી છે. કોરોનાના કહેર વચ્ચે કુદરત પણ રિસાણા હોય તેમ શિયાળે કમોસમી વરસાદ અને તેમાં પણ ઓછું હોય તેમ વહેલી સવારે કાશ્મીર જેવો ધૂમમ્સ ભર્યો માહોલ સર્જાતા લોકોની ચિંતા વધી છે
શિયાળાની ગુલાબી ઠંડીના અનુભવ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કાળા ડીમાંગ વાદળો વચ્ચે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર હાઈ સ્પીડ સાથે આગળ વધતી હોય તેમ દિનપ્રતિદિન વધતા આંકડાઓને લઈને સરકાર પણ મુંજવણમાં છે. કોરોનાની લહેરને અટકાવવા માટે ગાઈડલાઈન પણ અમલમાં મૂકી છે. તેમજ શાળાઓ પણ બંધ થઈ રહી છે, ત્યારે આ બધા વચ્ચે કુદરત પણ નારાજ થઈ છે.