પીવો, પીવો… મોજ આવે એટલો પીવો….ચૂંટણી બંદોબસ્તમાં જતા હોમગાર્ડ જવાનોની બેફામ દારૂ પાર્ટી, ઈજ્જતના લીરેલીરે ઉડાવી દીધા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂટણીને હવે માત્ર 2 જ દિવસ બાકી છે ત્યારે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધી બાદ જનતા તો ઠીક અહી ચૂંટણી બંદોબસ્તમાં જતા હોમગાર્ડ જવાનોનો દારૂ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમરેલીમાંથી સામે આવ્યો છે. આ બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

માહીતી મુજબ અમરેલીમાં ચૂંટણી ફરજમાં જતા હોમગાર્ડ જવાનો ચાલુ બસમાં દારૃ પાર્ટી કરી રહ્યા હતા. દારૂની આ મહેફિલ વચ્ચે નશામાં ચકચુર હોમગાર્ડના જવાનોનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકારણ ગરમાયુ છે.

વીડિયોમાં દેખાતા જવાનો અમદાવાદના હોવાનુ સામે આવ્યુ છે. હવે આ અંગે તપાસ હાથ ધરવામા આવી છે.

 

 


Share this Article
TAGGED: