ભવર મીણા, પાલનપુર: રાજસ્થાનથી ખાનગી બસ મુસાફરો ભરીને ગુજરાત તરફ આવી રહી હતી ત્યાં પાલનપુર તાલુકાના કાણોદર ગામ નજીક એરંડા ભરેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા ત્રણના મોત નિપજ્યા હતા, જ્યારે ૨૫ લોકોને ઈજા પહોંચી હોવાની માહીતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરો ની ઉંઘ ઉડી ગઈ હતી અને અચાનક ઉંઘના રહેલા મુસાફરોની બસ ટ્રક સાથે અથડાતા મુસાફરોની કિલકારીયોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.
રાજસ્થાનના રામસીનથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જતી બસને પાલનપુર તાલુકાના કાણોદર ગામ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. જ્યારે 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે પાલનપુર લઈ જવાયા હતા.
બનાવની જાણ થતાં પોલીસ,108, એલ.એન્ડ ટીની ટીમ સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બસમાં સવાર મુસાફરો આરામ કરી રહ્યા હતા તે સમય અકસ્માત થતા તમામ મુસાફરોની ઉંઘ ઉડી ગઈ હતી.