રાજ્યમાં ઠેર ઠેર વરસાદે માઝા મૂકી છે. મન મૂકીને વરસેલા વરસાદ બાદ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જાેવા મળી હતી. ત્યારે જૂનાગઢમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. આ દરમિયાન જૂનાગઠના રસ્તાઓ પણ બિસ્માર બન્યા હતા. હજુ સુધી જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર કામ પૂર્ણ થયું નથી અને કેટલીક જગ્યાએ ખાડા જાેવા મળી રહ્યા છે. જેથી વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આખરે વાહન ચાલકોનું દર્દ ટ્રાફિક પોલીસ સમજી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરી હતી. કોર્પોરેશનનું કામ ટ્રાફિક પોલીસે કરી બતાવ્યું હતું. આ દ્રશ્યો જાેઈને ત્યાંથી પસાર થઈ રહેલાં વાહન ચાલકોએ પણ ટ્રાફિક પોલીસની કામગીરીને બિરાદાવી હતી. જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિક પોલીસે સુંદર કામગીરી કરી હતી. અહીં છેલ્લાં પાંચ વર્ષથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. હજુ પણ આ કામ સંપૂર્ણપણે પૂર્ણ થયુ નથી.
અહીં એક તરફ કામ પૂર્ણ થયું નથી અને બીજી તરફ વરસાદના કારણે રસ્તા ખરાબ થયા છે. ઠેર ઠેર રસ્તા પર એટલા ખાડા પડ્યા છે કે વાહન ચલાવતી વખતે કમરના ભાગે ઝટકા આવી શકે છે. દર પાંચ કે ૧૦ મીટરના અંતરે આવી સ્થિતિ હોવાનું વાહન ચાલકો કહી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી ન પડે એટલા માટે ટ્રાફિક પોલીસે સુંદર કામગીરી કરી હતી. ટ્રાફિક પોલીસે રસ્તા પર પડેલા ખાડા પૂર્યા હતા.
ઠેર ઠેર પડેલા ખાડાઓમાં માટી નાખી હતી અને તેને પૂરવાના પ્રયાસ કર્યા હતા. પોલીસની આ કામગીરી જાેઈને ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો પણ તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલકોનું કહેવું છે કે, અહીંનો રસ્તો ખૂબ જ ખરાબ છે. છેલ્લાં પાંચ વર્ષથી આ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ, જ્યારે આ હાઈવે પરથી પસાર થઈએ તો ટોલબૂથ પણ આવે છે. ટોલ વસૂલવામાં આવે છે પણ તંત્ર દ્વારા રસ્તા રેપિર કરવામાં આવતા નથી.